Abtak Media Google News

પોસ્ટલ ઈન્સ્યોરન્સના ખાતેદારો સાથે ઠગાઈ

સુરેન્દ્રનગર હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટલ આસીસ્ટન્ટ દ્વારા લોકો પાસેથી પોસ્ટલ વીમાના રૂપિયા લઇ પોસ્ટ વિભાગમાં જમા ન કરી તા. ૨૬-૧૨-૧૭થી ૧૯-૪-૧૮ દરમિયાન રૂપિયા ૩,૨૪,૧૭૩ની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હાલ ૧૯ વ્યકિતઓના પોસ્ટ વીમાના પૈસા લઇ નાણા ન ભર્યાનું બહાર આવ્યુ છે. આ બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પોસ્ટ વિભાગ દ્વારા પીએલઆઇ (પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ) સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ૪૦ હજારથી વધુ લોકોએ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ લીધો છે. આ માટે સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસમાં લાઇફ ઇન્સ્યોરન્સના પૈસા ભરવા માટે કાઉન્ટર બનાવાયુ હતુ. જેમાં પોસ્ટલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વઢવાણના ધવલ જેરામભાઇ સોલંકીએ તા. ૨૬-૧૨-૧૭થી ૧૯-૪-૧૮ દરમિયાન લોકો પાસેથી પોસ્ટ વીમાના નાણા લઇ પોસ્ટ વિભાગમાં જમા ન કરાવ્યા હોવાનું પોસ્ટ વિભાગની આંતરીક તપાસમાં બહાર આવ્યુ હતુ.

આથી ધવલ સોલંકી સામે સરકારી નાણાની ઉચાપત, છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો સાથે પોસ્ટના સબ ડીવીજનલ ઇન્સપેકટર જયેશભાઇ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ જી.જી.પરમાર ચલાવી રહ્યા છે.થોડા સમય પહેલા બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ વીમાના પૈસાની ઉચાપતનો કિસ્સો ધ્યાને આવ્યો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં સબ ડીવીઝનલ ઇન્સપેકટર એચ.જી.સણોલે તપાસ કરતા આ ઉચાપત બહાર આવી હતી.

પોસ્ટ વિભાગમાં પોસ્ટલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ સોલંકી જે પહેલાં બારડોલી ડિવીઝનમાં હતો. બાદમાં ૨૦૧૫માં વતન ઝાલાવાડમાં બદલી થતાં સુરેન્દ્રનગરમાં ચાર્જ સોંપાયો હતો. જેને પોસ્ટલ વીમોના નાણાં લઇ પહોંચ આપી ત્યારબાદ પ્રોગ્રામમાંથી પૈસાની એન્ટ્રીઓ ડીલીટ કરી પોસ્ટમાં પૈસા ન ભરી તેની ઉચાપત આચરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.