Abtak Media Google News

પૂ. મોરારીબાપુની નિશ્રામાં રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાનાર સન્માન સમારોહમાં અનેક મહાનુભાવોની પ્રેરક ઉ૫સ્થિતિ રહેશે

લોકસેવક માનભાઇ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં ર૯મો નાગરીક સન્માન એવોર્ડ તા.૧ર નવેમ્બરે શિશુવિહારમાં અર્પણ થશે.

ગુજરાતની ઓળખ સમાન આદરણીય મોરારીબાપુની નિશ્રામાં રવિવારે સાંજના ૪ કલાકે શિશુવિહાર પ્રાંગણમાં યોજાનાર સન્માન સમારોહમાં ગાંધી ૧પ૦ પ્રસંગે ગાંધીજીના રચનાત્મક કાર્યોને આધુનિક સંદર્ભ સાથે યુવાપેઢીમાં વિસ્તારવાર ગુજરાત વિઘાપીઠના ઉપકુલપતિ ડો સુદર્શનભાઇ આયંગાર તેમજ સેવા સંસ્થાના માઘ્યમથી ભારતના ૭ પાડોશી રાજયમાં ૪ લાખથી વધુ બહેનોને સ્વ-રોજગારી અને આત્મ સન્માનના ગાંધી મૂલ્યો સાથે જોડનાર પદ્મશ્રી રીમાબેન નાણાવટીનું પુજય બાપુના વરદ હસ્તે રૂ.૫૧,૦૦૦/- ની રાશી મોમેન્ટો  તથા ખેસ અર્પણથી અભિવાદન થશે.

સંસ્કૃતિ અને સેવાના ધામ તરીકે જાણીતા ભાવનગરના માનવીય મુલ્યોની કાળજી લેતા શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઇ ભટ્ટની સ્મૃતિમાં સતત ર૯મા વરસે એનાયત થનાર એવોડ અંતર્ગત ભાતીગળ લોક કલાઓને જીવંત રાખવા ર૯થી વધુ કલા પુસ્તકોમાં સમાજની સુવાસ વિસ્તારનાર શિક્ષકશ્રી રમણિકભાઇ ઝાપડીયા તથા અનેક અનાથ બાળકોને માતૃ વાત્સલ્ય બક્ષી શિક્ષણની મુખ્યધારા સાથે જોડતા ડો. જયશ્રીબેન દેસાઇનું બાપુના કર-કમળથી અભિવાદન થશે. મહાત્મા ગાંધી જેની કાળજી માટે સદૈવ તત્પર રહેતા તેવા કુષ્ઠરોગીઓની અનન્ય સેવા કરનાર ઇન્દિરાબેન સોનીનું યશસ્વી મહીલા તરીકે અભિવાદન થશે.નિરંતર પ્રતિકારભર્યો પુરુષાર્થ  કરતા રહી પ્રભૂ પ્રિત્યર્થે જનજનની નિસ્વાર્થ સેવા કરતા નાગરીકોના સન્માનનો ઉપક્રમે શિશુવિહાર સંસ્થાએ છેક ૧૯૯૧ થી જાળવી રાખ્યો છે. જે શહેરની સંસ્કારિતા માટે શિરમોર બને છે. ગુજરાતમાં મૂંઠી ઉચેરા લોક સેવકોના સન્માન માટેના તા. ૧ર નવેમ્બરે શિશુવિહાર પ્રાંગણમાં યોજાનાર કાર્યક્રમમાં પધારવા તથા માનભાઇ ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાન અંતર્ગત પરમ આદરણીયા બાપુના અમૃત વચનનો લાભ લેવા નાગરીકોને નિમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.