Abtak Media Google News

રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાને સરકારે ૨૦૧૯-૨૦ના વર્ષમાં આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો યોજના હેઠળ ચાલુ વર્ષમાં રૂ.૨૮૨૫ લાખની ફાળવણી વિકાસકામો માટે કરી છે. તાલુકા ઉપરાંત પ્રાંત કચેરીને પણ તેના તાબા હેઠળના તાલુકામાં ચોક્કસ કામો માટે રૂ.૧થી ૧.૭૫ કરોડ સુધીની ગ્રાંટ ફાળવવામાં આવી છે.

તાલુકા અને ગ્રામિણ એકમમાં વિકાસની કામગીરી માટે ૨૦૧૮-૧૯ની જે જોગવાઈ હતી તેમાં કોઈ વધારો કર્યા વગર યથાવત રીતે રકમની ફાળવણી કરવામાં આવીછે. આ રકમમાંથી ઘનકચરાના નિકાલ, ગટર વ્યવસ્થા, પીવાના માટે જરૂરી સુવિધા વિગેરે કામગીરી કરી શકાય છે. તાલુકા કક્ષાએથી ડાયરેકટ વિકાસ કામો કરી શકાય તે માટે ૨૦૧૧થી આ યોજના લાગુ કરવામાં આવી છે અને તેમાં દર વર્ષે તાલુકા અને તેની ઉપર ત્રણ તાલુકાના પ્રાંતને પણ રકમ ફાળવવામાં આવે છે. ગત સાલથી ગટર વ્યવસ્થા અને ઘનકચરાના નિકાલના કામોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે પણ તેને પ્રાધાન્ય આપવામાં આવનાર છે.

આપણો તાલુકો વાઈબ્રટ તાલુકા હેઠળ પંચાયતના સ્થાને પ્રાંત કચેરીની દેખરેખ હેઠળ કામો હાથ ધરવામા આવે છે અને તેનું મોનીટરીંગ પણ પ્રાંત અધિકારી દ્વારા જ કરવાનું થાય છે. જળસંચયના કેટલાક કામોને પણ પ્રાંત કચેરી હેઠળની યોજનામાં આવરી લેવાયા છે.

પાંચ મોટા તાલુકાને સવા કરોડ

રાજય સરકારે જિલ્લાના પાંચ મોટા તાલુકાઓને વધારાના ૨૫ લાખ લેખે રૂ.૧૨૫ લાખની ફાળવણી પાણી યોજના, ગટર વ્યવસ્થાપન, ઘન કચરાના નિકાલ માટે કરી છે. આ તાલુકાઓમાં રાજકોટ શહેર, રાજકોટ તાલુકો, ધોરાજી, જસદણ અને ગોંડલનો સમાવેશ થાય છે. તમામ તાલુકામાં પ્રાંત કચેરીને હવાલે રૂ.૨૫ લાખની ફાળવણી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.