Abtak Media Google News

૧૫મી ઓગષ્ટ આવે ત્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભકિતના ગીતોના સ્વરમાં હીલોળા લેતુ હોય છે. પરંતુ ૧૪મી ઓગષ્ટ ૧૯૪૭ની રાત્રે ભારતમાતાના વિભાજન વખતની લાખો હિન્દુઓની મરણચીસો કોઈને યાદ નથક્ષ આવતી. પરંતુ ભારતના વિભાજનની આજની પેઢીને વિભાજનના ઈતિહાસની ખબર નથી. આપણા રાષ્ટ્રની અખંડતાઅને એકાત્મતાની ખબર નથી તે ખબર આપવાની જરૂર છે. અખંડ ભારતનું વિભાજન શા માટે થયું.

અખંડ ભારત માટે કેટલા આંદોલનો થયા અને માતૃભકિતના રંગેરંગાયેલા ભારતભૂ માટે ફના થવા અને ખપીજવા હસ્તે મુખે તૈયાર હતા અને ભારત વર્ષ પર આક્રમણો થતા રહ્યા આ જય પરાજયનું ચક્ર ચાલતુ રહ્યું.

અખંડ ભારતમાં ૪૦૦થી ૫૦૦ રજવાડા હતા ત્યારે એક રાષ્ટ્ર હતુ. અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, તિબેટ, શ્રીલંકા, બ્રહ્મદેશ (મ્યાનમાર) બાંગ્લાદેશ અને પાકિસ્તાન આ બધુ અખંડ હતુ અને ભારતમાતાના અંગ અલગ થયા જેમ કે, ૧૮૭૬માં અફઘાનિસ્તાન, ૧૯૦૪માં નેપાળ, ૧૯૦૬માં ભૂતાન, ૧૯૧૪માં તિબેટ, ૧૯૩૫માં શ્રીલંકા, ૧૯૩૭માં બ્રહ્મદેશ (મ્યાનમાર), ૧૯૪૭માં પાકિસ્તાન, ૧૯૪૭ ઓકટોબર કાશ્મીરની ૭૮૫૦ વર્ગ કિ.મી.ભૂમિ પાકના કબ્જામાં, ૧૯૬૨ લદાખની ૩૮૦૦ વર્ગ કિમી ભૂમિ ચીનનાં કબજામાં, ૧૯૬૫ કચ્છના રણની ૫૦૦ માઈલ જમીન પાકને દીધી, ૧૯૭૧માં માલદીવ, ૧૯૭૩માં કચ્છાતીબૂનો દ્વિપ સમૂહ શ્રીલંકાને, ૧૯૮૫-૮૬ ન્યૂમૂર દ્વીપ બાંગ્લાદેશને,૧૯૯૨માં ત્રણ વિઘશ જમીન બાંગ્લાદેશને પટ્ટાપર આપી આમ ૧૪મી ઓગષ્ટ ૧૯૪૭ ભારત અખંડ હતુ. ૧૫મી ઓગષ્ટે ખંડીત થયું. ભારતના ઈતિહાસમાં ભયંકર વળાક અને કારમો પરાજય છે. અને પરાજયની સાથે જે લોહીયાળ હત્યાકાંડ થયો જેમાં ૫ લાખ હિન્દુઓની હત્યા થઈ. આવી ઘટના વિશ્વના ઈતિહાસમાં નથી. એક સાથે રાતોરાત હિન્દુઓ નિરાધાર થયા. સ્વતંત્રતાના વિજયમાં વિભાજનની કરૂણતા વિસરાઈ ગઈ. અખંડ રાષ્ટ્ર શું? આવું સુવર્ણમય અખંડ ભારત હતુ અને આ અખંડ ભારતમાં અનેક આંદોલનાે થયા.

આમ, અંગ્રેજોની તૃષ્ટિકરણમાં હિન્દુઓ અને મુસ્લીમો ફસાયા અને મુસ્લીમ તૃષ્ટિકરણ માટે ભગવા ધ્વજની આહુતિ આપવામાં આવી. ભગવા ધ્વજ થકી રાષ્ટ્રની આશા, ઈતિહાસ, પરંપરા, આદર્શ, જીવનમૂલ્યો જે રાષ્ટ્રનુ પ્રતિક હતુ. સરદાર પટેલ, મૌલાના આઝાદ અને માસ્ટર તારાસીંધે ભગવા ધ્વજને રાષ્ટ્રધ્વજ બનાવવાનો નિર્ણય આપ્યો જે કોંગ્રેસ ધ્વજ સમિતિએ નિર્ણય સ્વીકાર્યો નહી પરંતુ પ્રથમથી જ મુસલમાનોને પંપાડવાનું અને ચાપલુસી કરવા આમ, ભગવા ધ્વજને બદલે તિરંગો ધ્વજ રાખવામાં આવ્યો અને હિન્દીના બદલે ઉર્દુને રાષ્ટ્રભાષાનો આગ્રહ રાખવામાં આવ્યો. પરંતુ કુરાનની ભાષા ઉર્દુ નહિ અરબી છે. આમ કોંગ્રેસ સમજૂતિના એક ભાગરૂપેક ઉર્દુ મિશ્રીત હિન્દુ અર્થાત હિન્દુસ્તાનીનો સ્વીકાર કર્યો,. દુનિયાના કોઈપણ રાષ્ટ્રના નેતાઓએ પોતાની રાષ્ટ્રભાષાનું આવું ઘોર અપમાન કદી નહિ કર્યું હોય અને તેમાંય પણ હિન્દુ માનસમાં જબરદસ્ત આઘાત પહોચાડયો. રઘુપતી રાઘવ રાજા રામના સુંદર ભજનમાં ઈશ્વર અલ્લા તેરો નામ ઘુસાડયું. જે ભજન ફકત હિન્દુઓ એજ આસ્થાથી ગાયું છે તે મુસલમાનોએ કદી નથી ગાયું. આમ પહેલેથી જ હિન્દુઓનું ઘોર અપમાન થતું રહ્યું છે. ભારતમાતાનું દૈવી અખંડ સ્વરૂપ પાર્વતીની પૂર્વ સ્વરૂપા, દક્ષ પ્રજાપતીની કન્યા, સતિના સબને જયારે ભગવાન વિષ્ણુએ શિવના મોહના ભંગ કરવા માટે પોતાના ચક્રથી ખંડ ખંડ કરી દીધું ત્યારે તેમનું એક એક અંગ જયાં જયાં પડયું તે સ્થાન એક શકિતપીઠ બની.

બાર જયોતિર્લીંગ, બાર દેવી વિગ્રહ અને એકવીસ ગણપતિપીઠોના દર્શન જ નહિ સ્મરણ માત્રથી જ પાપમૂકિતનું વિધાન કરવામાં આવ્યું. આમ છતા પણ કોંગ્રેસની કુનિતીને કારણે અખંડ ભારતનું ૧૪મી ઓગષ્ટે વિભાજન થયું. વિભાજન પછી ન તો ભારત સુખી છે ન તો પાકિસ્તાન, ભારતની ભૂમિના ભાગલા પડયા, નદીઓનાં અને પ્રાકૃતિક સિમાઓનાં પણ ભાગલા પડયા, તેમ છતા ભારત અને પાકિસ્તાન આ બંને દેશોનાં વસતા પૂર્વજો, પરંપરા, ઈતિહાસ, તેમજ પરિવેશ સમાન છે.

રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિતના હૃદયના ધબકારમાં રાષ્ટ્ર વસેલું હોય છે. આને માટે જ પ.પૂ. ગૂરૂજીની વિચારધારા સંપર્ક દ્વારા સંગઠન અને સંગઠન થકી રાષ્ટ્ર નિર્માણની નેમ સાથે જન જનનો સંપર્ક જ રાષ્ટ્રને ફરી અખંડ બનાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.