Abtak Media Google News

ભીચરી રોડ પર ત્રંબા ગામનો બૂટલેગર દારૂભરેલી કાર મૂકી ફરાર ; કોઠારીયા – ભગવતીપરાના બે બૂટલેગર પકડાયા

ત્રબા ગામના બૂટલેગર સામે ગુનો નોંધી કાર- દારૂ  કબ્જે કરતી પોલીસ

શહેરના જુદા – જુદા ત્રણ સ્થળો પર પોલીસે દરોડા પાડી બે બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂની 333 બોટલ કિંમત રૂ.2,90,395 ની કબ્જે કરી હતી. જ્યારે કાર રેઢી મૂકી નાશી છૂટેલા ત્રબા ગામના બુટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા સોલાવન્ટમાં યશ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો દિવાળીના તહેવાર નિમિતે વેચાણ અર્થે ઉતાર્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઈ એસ.વી.સાખરા, પો.કો. ઉમેશ ચાવડા, હિરેન સોલંકીની ટીમે દરોડો પાડી ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની 132 બોટલ , ચપલા નંગ 129 મળી કુલ રૂ.1,75,995નો મુદ્દામાલ કબ્જે કરી યોગેશ ઉર્ફ કાળું લાલજીભાઈ તુગરિયા ( રહે. કોઠારીયા સોલાવન્ટ ત્રણ માળિયા ક્વાર્ટર )ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.જ્યારે ભીચરી રોડ પરથી ત્રબા ગામનો બુટલેગર  કારમાં દારૂ ભરી હેરાફેરી અર્થે પસાર થવાનો હોવાની બાતમી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.બી.ઔસુરા, પો.સ.ઇ. એચ.એમ. જાડેજાની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળતા બાતમીવાળા સ્થળ પર વોચ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસને જોઈ બુટલેગર કાર રેઢી મૂકી નાશી છૂટ્યો હતો.જ્યારે કારની તલાશી લેતા કાર રજી. નંબર જીજે 10 એસી ફ201 માંથી ઈંગ્લીશ દારૂની 48 બોટલ કિંમત રૂ. 24000 ની મળી આવી હતી.પોલીસે કાર દારૂ મળી રૂ.1,04,800નો મુદ્દામાલ કબ્જે કરી નાશી છૂટનાર  રામ સુરેલા જાતે કોળી( રહે- ત્રબા ગામ) સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત  બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ આવી પાંજરાપોળ પાસે બુટલેગરે દારૂ ઉતાર્યો હોવાની બાતમી આપતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્વે વિભાગના પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેશ જોરુભા જોગડા, પોલીસ કોન્સ્ટેબલ હિતેશ કોઠીવાળાએ દરોડો પાડી ધીરજ ઉર્ફ ધીરિયો ગોવિંદભાઇ સાથલપરા ( ઉ.વ 30 રહે. ભગવતીપરા) ની ધરપકડ કરી તેના ઘરમાં પડેલા થેલામાંથી ઈંગ્લીશ દારૂની 24 બોટલ કિંમત રૂ. 9600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.