Abtak Media Google News

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં મનપાનું આયોજન

૦ થી ૩ તા ૩ થી ૬ વર્ષની બંને કેટેગરીમાં ૧ થી ૧૦ વિજેતાઓને અપાયા પ્રોત્સાહક ઈનામો

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ-૨૦૨૦ની રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળ તંદુરસ્તી હરિફાઈનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં ૦ થી ૩ તા ૩ થી ૬ વર્ષ એમ બે ગ્રુપમાં ૨૬૦થી વધુ રૂપકડા-ટબુકડા બાળ દોસ્તોએ ભાગ લીધો હતો.

Vlcsnap 2020 01 18 19H25M03S179

ઈનામ વિતરણ સમારોહનું દિપ પ્રાગટ્ય શહેરના જાણીતા તબીબ ડો.એસ.ટી.હેમાણીના વરદ્ હસ્તે કરાયેલ. આ તકે આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર હિરાબેન રાજ શાખા, આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ ડો.મનીષ ચુનારા, ડે.કમિશનર પ્રજાપતિ, વોર્ડ નં.૫ના કોર્પોરેટર પ્રિતીબેન પનારા, દેવુબેન જાદવ, ડો.ભૂમિબેન કમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. વિજેતા બાળકોને મહેમાનોનાં વરદ હસ્તે ઈનામો અપાયા હતા.

બાળ તંદુરસ્તી હરિફાઈ બાળરોગ નિષ્ણાંત તબીબો દ્વારા દરેક બાળકના દાંત-નખ-વાળ-વજન-દેખાવ-રસીકરણ-હેલ્થ વિવિધ માઈલસ્ટોન સાથે મૌખિક  બોલવાની જેવી વિવિધ તપાસ કરીને ટોપ-૧૦ ટબુકડાને સિલેક્ટ ર્ક્યા હતા.

મમ્મી-પપ્પા સાથે રૂપકડા-બાળ દોસ્તોએ બહોળી સંખ્યામાં ભાગ લેતા સ્પર્ધા સ્થળે સુંદર નઝારામાં ટબુકડા બાળ દોસ્તોનો આનંદોત્સવ સાથેનો કિલકિલાટ ઉડીને આંખે વળગતો હતો.

હેલ્થ અને માઈલસ્ટોનનાં આધારે વિજેતા જાહેર કરાયા: ડો.પલ્લવીબેન

Vlcsnap 2020 01 18 19H23M57S30

બાળરોગ નિષ્ણાંત ડો.પલ્લવીબેન મોનાણીએ જણાવ્યું કે, સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મારી ફરજ સેવામાં ખુબજ તંદુરસ્ત બાળકોને મેં ચેક કર્યા છે. બાળકોની ઓવર ઓલ હેલ્થ ચેકઅપ સાથે ઉમર પ્રમાણે વજન વિવિધ માઈલસ્ટોન પણ ગણતરીમાં લઈને વિજેતા જાહેર કરાયા છે. આજે મા-બાપ બાળકોના આહાર-ઉછેર માટે ખુબજ જાગૃત થયા છે.

વર્તમાન સમયમાં બાળકોની હેલ્ને લઈને વાલીઓ ખુબ જાગૃત: હિરાબેન

Vlcsnap 2020 01 18 19H24M28S63

પ્રોગ્રામ ઓફિસર-આઈ.સી.ડી.એસ.હિરાબેન રાજશાખાએ પવર્તમાન યુગમાં વાલીઓ પોતાનાં સંતાનોની હેલ્થ પ્રત્યે જાગૃત થયા છે. બાળકોના આહાર-ઉછેર બાબતે સારી જાગૃતિ આવી છે. આંગણવાડીના માધ્યમી યોજાતા વિવિધ બાળ કાર્યક્રમોમાં માતા-પિતા પોતાના સંતાનોને ભાગ લેવડાવી પ્રોત્સાહિત કરે છે જે સારી બાબત છે.

૦ થી ૩ વર્ષ એ-ગ્રુપનાં વિજેતા

  • હર્ષદરાજસિંહ ઝાલા
  • ધૈર્ય પરમાર
  • માન્યતાબા ઝાલા
  • કિર્તન શિંગાળા
  • રાજવિરસિંહ ચૌહાણ
  • યશ્વી ગુજરાતી
  • ધાની રાજપરા
  • જીયા ઠેબા
  • વૈદિકા ધામેચા
  • દિપ તન્ના

૩ થી ૬ વર્ષ બી-ગ્રુપના વિજેતા

  • ધ્વની હેરભા
  • નિહારીકા રાજગોર
  • રૂદ્ર પંડ્યા
  • નંદની રાવલ
  • રૂચિતા બવારીયા
  • ઋત્વી પરમાર
  • ક્રિશ મકવાણા
  • આયસા બેલીમ
  • નીર વાઘેલા
  • કૃષિલ સોનાગરા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.