Abtak Media Google News

રાજકોટ શહેર કોંગ્રેસના ૨૬૦ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસા સત્રનો આજથી આરંભ થયો છે ત્યારે ખેડુતોના દેવામાફી સહિતના પ્રશ્ર્ને વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભા અને સરકારનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં રાજયભરમાંથી કોંગી આગેવાનો તથા કાર્યકરોને ઉમટી પડવા આદેશ આપવામાં આવ્યો છે. આજે વહેલી સવારે ૫:૩૦ કલાકે રાજકોટ શહેર કોંગ્રેસના ૨૬૦ જેટલા આગેવાનો તથા કાર્યકરો ગાંધીનગર જવા માટે રવાના થયા હતા અને પક્ષના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં જોડાયા હતા.

રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુતની આગેવાનીમાં આજે વહેલી સવારે પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર, પ્રદિપભાઈ ત્રિવેદી, ગાયત્રીબા વાઘેલા, નરેશ સાગઠિયા, અતુલ રાજાણી, દિલીપ આસવાણી, રેખાબેન ગજેરા, ઘનશ્યામસિંહ જાડેજા, હીરલબા રાઠોડ, મનીષાબા વાળા, વશરામભાઈ સાગઠીયા, મનસુખ કાલરીયા, જાગૃતિબેન ડાંગર, ભાનુબેન સોરાણી, જગદીશભાઈ સખીયા, સંજયભાઈ અજુડીયા, વિજયભાઈ વાંક, ઉર્વશીબા જાડેજા, વલ્લભભાઈ પરસાણા, મયુરસિંહ જાડેજા, જયંતિભાઈ બુટાણી, રાજેશ આમરણીયા, ડો.રાજેશ ત્રિવેદી, રવજીભાઈ ખીમસુરીયા સહિત કોંગ્રેસના ૨૬૦થી વધુ આગેવાનો તથા કાર્યકરો ગાંધીનગર પહોંચી ગયા હતા અને ખેડુતોના દેવા માફીના મુદે વિધાનસભાના ઘેરાવ કાર્યક્રમમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.