Abtak Media Google News

જેતપુર ગ્રામ્ય વિસ્તાર માં છેલ્લ્લા કેટલા સમથી એક પછી એક મંદિરો માં ચોરી ના બનાવો સામે આવ્યા હતા જે ચોરીના આરોપી ને ના.પો.અધી. જે.એમ.ભરવાડ જેતપુર ના ઓના સિધા માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ. એચ.એ.જાડેજા ના પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલીગમા હતા તે દરમ્યાન પીપળવા ગામે આવતા સાથેના પો.હેડ.કોન્સ. ભુરાભાઈ તથા પો.કોન્સ. ધર્મન્દ્રભાઈ ચાવડા ઓ ને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે આરબટીબડી ગામ તરફથી એક સફેદ કલર નુ એક્સેસ મો.સા. રજી. નં જી.જે. ૩ એફ.બી. ૫૩૩૭ વાળા મા બે ઈસમો ચોરી નો મુદામાલ લઈ વેચવા માટે જુનાગઢ તરફ જવાના હોય જેથી પીપળવા ગામ ના પાટીયા પાસે સદરહુ એકસેસ મો.સા. ની વોચમા હતા તે દરમ્યાન ઉપરોક્ત હકીકત વાળા મો.સા. મા બે ઈસમો આવતા તેને રોકી તેનુ નામ ઠામ પુછતા નં (૧) ધર્મેશ ઉર્ફ ધમો બાવનજીભાઈ મક્વાણા જાતે દેવી.પુજક ઉ.વ. ૨૦ રહે. આરબટીબડી ગામ તા જેતપુર તથા કાયદાના સંધર્ષ મા આવેલ કીશોર સાથે પક્ડી પાડી તેની પાસેથી નીચે મુજબનો મુદામલ કબજે કરેલ છે.

Img 20180914 Wa0046(૧) નાના મોટા ચાંદીના છતર નંગ – ૧૫૭, કુલ વજન ૨૮૫૨ ગ્રામ, કિ.રૂ.૫૫,૩૬૧

(૨) સોનાની ચીજ વસ્તુ નંગ – ૯, કુલ વજન ૧૮.૩૫ ગ્રામ, કિ.રૂ.૪૬,૫૦૦

(૩) ચાંદીની નાની મોટી ચીજ વસ્તુ નંગ – ૨૪, વજન ૨૦૧૭ ગ્રામ, કિ.રૂ. ૪૮,૬૫૦

તેમજ આરોપીની પુછપરછ માં નીચે મુજબની ચોરી કબુલતો હોય જે નીચે મુજબ છે.

(‌૧) આજથી નવેક દીવસ પહેલા પીરવાડી રામાપીર નુ મંદીર બોરડી સમઢીયાળાતા જેતપુરથી ચોરી કરેલ,
રોકડ રૂા. ૧૦,૦૦૦- સોનાનુ ભાલુ આશરે એક તોલાનુ,રામપીર ની ચાંદી ની મુર્તી, રામપીર ની મુર્તીનો
ચાંદીનો મુકટ તથા મુર્તીના ચાંદી ના કાન, ચાંદીનુ છતરતથાએક ઈલેક્ટ્રીક સગડી.

(૨) ચામુંડા માતાજી મંદીર બોરડી સમઢીયાળાતા જેતપુરથી ચોરીકરેલ,
રોકડ રૂા.૭૦૦૦ થી રૂા.૮૦૦૦- તથા ચાંદી નુ એક છતર.

(૩) રાધા કૃષ્ણ મંદીર બોરડી સમઢીયાળાના જેતપુરથી ચોરી કરેલ,
રાધા કૃષ્ણ ના બે મુકુટ ૨ સાલીગ્રામ

(૪) ખોડીયાર માતાજીનુ મંદીર બોરડી સમઢીયાળાતા જેતપુરથી ચોરી કરેલ,
પરચુરણ રૂપીયા ૧૦૦ થી ૧૫૦,

(૫) હનુમાનજી મંદીર બોરડી સમઢીયાળા તા. જેતપુરથી ચોરી કરેલ,
રૂા.૨૦૦૦- થી રૂા.૨૫૦૦.

(૬) હીરેશ્વર મહાદેવ મંદીર બોરડી સમઢીયાળા તા.જેતપુરથી ચોરી કરેલ,
અમુક પરચુરણ રૂપીયા.

(૭) પહેલા નાગનાથ મહાદેવ મંદીર ધોરાજી રોડજેતપુરથી ચોરી કરેલ,
નાગબાપા ચાંદીના, બે દાન પેટી ત્રણેક હજાર રોકડા.

(૮) ચારબાઇમાનુ મંદીર કેનાલ કાંઠે જેતપુરથી ચોરી કરેલ,
ચાંદીના છતર, તલવારની ઢાળ અને ૨૫૦૦ રોકડા

(૯) સુર્ય મંદીર ધારેશવરજેતપુરથી ચોરી કરેલ,
મોબાઇલ અને દાનપેટી ચોરી કરેલ રુ. ૧૦૦૦.

(૧૦) લંગોદર ગણૅપતી મંદીર પીઠડીયા ટોલનાકા પાસેથી ચોરી કરેલ.
એક મુકુટ તથા નાના છતર દાનપેટી માથી રોકડ રૂપીયા.

(૧૧) શ્રી રાંદલમાનુ મંદીર જુનાગઢ ખડીયા રોડ પાદરીયા ગામ રેલ્વે ફાટક થી ચોરી,
કાંબી ચાંદીની ૫૦૦ ગ્રામની એક જોડી, હાથના કડલા ૫૦૦ ગ્રામ ચાંદી, મીક્સ ચાંદીનો ટુપીયો, ગળામા
પહેરવાનો સોનાની નથ આશરે ૪૦૦૦ કીમતની.

(૧૨) રામજી મંદીરબીલખા મંડલીકપુર રોડ જુનાગઢ થી ચોરી કરેલ,
તાંબાનો એક નાગ.

(૧૩)આશરે પંદર વીસ દીવસ પહેલા શંકરનુ મંદીર રામેશવર મહાદેવ મંડલીકપુર જુનાગઢ
ખાલી તાળુ તુટેલ હતુ

(૧૪)પહેલા પુષ્ટીભવન હવેલીરાણપુર જુનાગઢ થી ચોરી કરેલ,
૧ ગ્રામ સોનાનો હાર અને રોકડા રુ ૮૦૦૦.

(૧૫) સ્વામીનારાયણ મંદીર રાણપુર જુનાગઢથી ચોરી કરેલ,
રોકડ રૂ. ૧૦૦ થી ૨૦૦.

(૧૬) ભેસાણ ગંગેશ્વર મહાદેવ મંદીર ભેસાણ જુનાગઢથી ચોરીકરેલ,
દાનપેટીમાથી આશરે પરચુરણ ચિલ્લર ગયેલ

(૧૭)આશરે સાતેક દીવસ પહેલા મામાદેવનુ મંદીર રફાળીયા ભેસાણ જુનાગઢ થી ચોરી કરેલ,
દાનપેટીમા રહેલ રુપીયા.

(૧૮) આશરે અઢાર દીવસ પહેલા પરબવાવડી ગામ ખોડીયાર માતાજીનુ મંદીર જુનાગઢ થી ચોરી કરેલ,
બે તલવાર એક હથોડી રોકડા અને ૧૫૦૦૦

(૧૯) આશરે અઢાર દીવસ પહેલા પરબવાવડી ગામ સેંજલીયા પાટીદારના કુળદેવીમંદીર જુનાગઢથી ચોરી કરેલ,
છતર મોટુ પેટીમાથી પૈસા તથા નાના છતર 8 છે ૧ કીલોનુ.

(૨૦) આશરે અઢાર દીવસ પહેલા શંકર મહાદેવ મંદીર પરબવાવડી ગામજુનાગઢ થી ચોરી કરેલ,
દાનપેટીમાથી ૫૦૦ રુપીયા.

(૨૧) એક મહીના પહેલા રાત્રીના ખોડીયાર માતાજી મંદીર સુલતાનપુરમાં ચોરી કરેલ,
પાંચ છતર, જેમા બે મોટા ત્રણ નાના કુલ વજન-૧ કીલો જેમા એક સોનાનુ છતર નાનુ સોનાનો દાણૉ
એક તોલાનો પેટીમાથી રોકડ રુ ૧૦૦૦૦.

(૨૨) દસામાના મંદીરપરબવાવડીગામજુનાગઢ થી ચોરી કરેલ,
રોકડ રૂ. ૫૦૦.

(૨૨) એક મહીના પહેલા ઉનડકટ પરીવારના સુરાપુરા મંદીરબાવાપીપળીયા ગામ કેનાલ પારા પાસે
બામણગઢ ઇલેક્ટીક પંખો ચોરી કરેલ છે.

(૨૩) દેવકીગાલોલ ગામ મંદીર માંથી ચોરી કરેલ.

(૨૪) ભેડાપીપળીયા ગામ મંદીર માંથી ચોરી કરેલ.

(૨૫) ભેડાપીપળીયા ગામ મંદીર માંથી ચોરી કરેલ.

(૨૬) આજથી જેતપુર સીટી માંથી પંદેરેક દીવસ પહેલા મો.સા. ચોરી કરેલ

(૨૭) સુલતાનપુર ગામ દસામા ના મંદીર મા ચોરી કરેલ

Img 20180914 Wa0044

આ સમગ્ર કામગીરી મા નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.એમ. ભરવાડ તથા પો.સ.ઈ. એચ.એ. જાડેજા તથા પો.હેડ.કોન્સ. ભુરાભાઈ માલીવાડ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા પો.કોન્સ નીલેશભાઈ ડાંગર તથા પો.કોન્સ. અનીલભાઈ બળકોદીયા તથા પો.કોન્સ. વીશાલભાઈ સોનારા તથા પો.કોન્સ. દીનેશભાઈ ખાટરીયા સામેલ રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.