Abtak Media Google News

આવતીકાલથી શરૂ થનાર ખાદી વેચાણ ઝુંબેશ અંતર્ગત ગ્રાહકોને અપાશે વિશેષ છુટછાટ: પરપ્રાંતની ખાદી ઉપર ૧૦ ટકા વળતર

આવતીકાલે ગાંધી જયંતિથી શરૂ થનાર ખાદી વેચાણ ઝુંબેશ અંતર્ગત ૩૧ માર્ચ સુધી ગુજરાતની ખાદી ઉપર ૨૫ ટકા અને પરપ્રાંતની ખાદી ઉપર ૧૦ ટકા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા ગીરીશભાઈ ભટ્ટ અને દીપેશભાઈ બક્ષીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

દર વર્ષની જેમ રજી, ઓકટોબર ૨૦૧૮થી દેશમાં, ગુજરાતમાં ખાદી વેચાણ ઝુંબેશ શરૂ થશે. આ વર્ષે ગુજરાતની સંસ્થાઓએ નકકી કર્યું છે તેમ કેન્દ્ર અને રાજય સરકારની એમ.ડી.એ. યોજનાની મદદ અને સંસ્થાઓના પોતાના વ્યવસ્થા ખર્ચમાંથી ગ્રાહકોને વળતર અપાશે.

સુતી, ઉની, રેશમ ખાદી અને પોલીવસ્ત્ર ઉપર ગુજરાતની ખાદી ઉપર ૨૫% અને પરપ્રાંતની ખાદી ઉપર ૧૦% વળતર તા.૩૧/૩/૨૦૧૯ સુધી આપશે. મુખ્યમંત્રીએ ગાંધીજીની ૧૫૦મી ઉજવણીના ભાગરૂપે રાજય સરકારની એમડીએ યોજનાનું ૧૦% વળતર ઉત્પાદન ઉપર મળે છે તે અને બીજુ વધારાનું ૧૦% વળતર તા.૨/૧૦/૨૦૧૮ થી તા.૩૧/૧૨/૨૦૧૮ સુધી ગ્રાહકોને આપવાનું નકકી કર્યું છે.

તેનો આમા સમાવેશ થઈ જાય છે. મુખ્યમંત્રીએ ગુજરાતના ખાદી ચાહકો માટે અને કતિન-વણકરોની રોજી સુરક્ષિત અને વધારવા માટે આ રીબેટની જાહેરાત કરી છે. તેથી ગુજરાતની તમામ ખાદી ગ્રામોધોગનું કામ કરતી સંસ્થાઓ અને આ સંસ્થાઓનું રચાયેલ ફેડરેશન મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો આભાર પ્રદર્શિત કરે છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના રાજકોટ, જામનગર, જેતપુર, જુનાગઢ, વેરાવળ, માંગરોળ, જામખંભાળીયા, લીંબડી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ અને પાલનપુરના ભવન-ભંડારોમાંથી સુતી, રેશમ અને ગરમ ખાદીની ખરીદી ઉપર આ વળતર અપાશે.

ખાદીમાં પણ ડિઝાઈનર બહેનો પાસે વિશેષ કરીને બહેનોના પોષાક સિલાઈ કરાવીને અને નવા આકર્ષક બોક્ષ પેકીંગમાં નવી ડીઝાઈન સાથે મુકીએ છીએ. તેમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સ્ફુર્તિ ઉત્પાદનના પાંચ-છ કલરના ડેનીમ કલોથના પેન્ટ, કોટી પ્રખ્યાત છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં જયારે ગાંધી જયંતિથી ૩૧ માર્ચ સુધી ખાદીના છુટક વેચાણ પુરતુ વિશેષ વળતર અપાતું નથી ત્યારે પણ સમિતિના ભવન-ભંડારોમાં આ ગાળામાં ૨૦% જેવું વેચાણ વધુ રહ્યું છે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તેમના ખાદી ભવન અને ભંડારો દ્વારા સમિતિ દ્વારા ઉત્પાદન થતા રૂ.૫.૫૦ કરોડની ખાદી અને એટલી જ કિંમતના ગ્રામોધોગના ન્હાવા-ધોવાના સાબુ, શેમ્પુ, લીકવીડ શોપ,ધાણીનું તેલ, મસાલા, સ્ટીલ વુડન ફર્નિચર અને અન્ય ઉત્પાદનો દ્વારા ૨૦૦૦થી વધુ લોકોને સ્વરોજીનું નિમિત બને છે. તેના ઉત્પાદન અને પ્રમાણિત બીજી ખાદી ગ્રામોધોગ સંસ્થાઓના ઉત્પાદનો સમિતિના ખાદી ગ્રામોધોગ ભવન-ભંડારોમાં ઉપલબ્ધ છે.

પ્રેમ અને ભાઈચારાના પ્રતિકરૂપ અને ગરીબી રેખા નીચે રહેલ વ્યકિતને દૈનિક રૂ.૧૦૦/-થી રૂ.૨૦૦/-ની કમાણી આપતી ખાદી ખરીદો એવી અમારી જાહેર જનતાને અપીલ છે. રજી ઓકટોબર ૨૦૧૮ના અમારા બધા જ ખાદી ભવન-ભંડારો ખુલ્લા રાખીને વેચાણ કરશે, દિવાળી સુધી સવારે ૧૦:૦૦ વાગ્યાથી રાત્રે ૮:૩૦ વાગ્યા સુધી વેચાણ ચાલુ રહેશે. એવી જ રીતે દિવાળી સુધીમાં આવતા તા.૭ અને ૨૧ ઓકટોબર તેમજ ૪ નવેમ્બર રવિવારની સાપ્તાહિક રજાના દિવસોએ વેચાણ ચાલુ રાખશે. દશેરાએ સમિતિના અમદાવાદ વિભાગના તમામ ભંડારોમાં રજા રહેશે. જયારે સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના તમામ ભવન-ભંડારોનું કામકાજ ચાલુ રહેશે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ સને ૨૦૧૭-૧૮ના વર્ષમાં રૂ.૭.૦૦ કરોડના ખાદી વેચાણનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેની સામે રૂ.૬.૪૭ કરોડ ઉપર વેચાણ થયું છે એ માટે અમે ખાદી ચાહક અને ખાદી પ્રેમી ગ્રાહકોના આભારી છીએ. અમે આ માટે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, રાજય અને કેન્દ્ર સરકાર, સહકારી અને શિક્ષણ સંસ્થાઓ, ઉધોગગૃહો તેમજ યુવાન ભાઈ-બહેનો અને નાગરિકોના આભારી છીએ. સને ૨૦૧૮-૧૯માં અમારો લક્ષ્યાંક ૮.૦૦ કરોડ રૂપિયાના વેચાણનો રાખ્યો છે. આ દેશની કુલ વસ્તીમાં યુવાનોની સંખ્યા ૬૦% – ૬૫% છે. તેઓનો ઉત્સાહ અને સહકાર અમને મળ્યો છે અને એવો જ ઉત્સાહ અને સહકાર અમને મળશે તેવી અમારી અપીલ અને અપેક્ષા છે

કાલે ગીતામૃત ભકિત યોગઅને ગીતામૃત સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોપુસ્તકનું વિમોચન

ઢેબરભાઈ સેવા સંઘ ટ્રસ્ટ અને યશસ્વી પ્રકાશક પ્રવીણ પ્રકાશન પ્રા.લિ દ્વારા કાલે સવારે ૧૦ કલાકે હેમુગઢવી નાટયગૃહ ખાતે ખાદી ગ્રામોધોગ કમિશનરનાં પૂર્વ પ્રમુખ દેવેન્દ્ર કુમાર ભકિતયોગ અને ગીતામૃત સ્થિત યજ્ઞનાં લક્ષણો પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકોનું વિમોચન અને ખાદી હુંડીનું વિતરણ પૂ.મોરારીબાપુના હસ્તે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.