Abtak Media Google News

ડિસ્ટ્રીક્ટ જજ આર.કે.દેસાઈ, જિલ્લા કાનુની સેવા સતા મંડળના આર.કે.મોઢના હસ્તે દિપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મુકી

પીજીવીસીએલ દ્વારા ૧૦૬૬ પૈકીના મોટાભાગના કેસનું સમાધાન

શહેરના ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ ખાતે આજરોજ વર્ષ ૨૦૧૭ની બીજી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ આર.કે.દેસાઈ સેક્રેટરી કમ જિલ્લા કાનૂની સેવા સતા મંડળના આર.કે. મોઢ અને બાર એસોસીએશનના પ્રમુખ સંજયભાઈ વ્યાસના હસ્તે દિપ પ્રાગટય કરી ખૂલ્લી મૂકવામાં આવી હતી અને લખાય છે. ત્યારે મોટાભાગનાં કેસોનું સમાધાન અર્થે નિકાલ કરવામાં આવ્યો છે.

આ રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં અકસ્માત, પીજીવીસીએલ સહિત રાજકોટ શહેર અને તાલુકા મથકે મળી કુલ ૭૬૮૫ કેસો પૈકી બપોર સુધીમાં ૧૪૫૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

Vlcsnap 2017 04 08 11H47M08S29પ્રાપ્ત વિગત મુજબ રાષ્ટ્રીય લીગલ સર્વીસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અન્વયે ગુજરાત રાજય સેવા સત્તામંડળના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા રાજકોટ શહેર અને તાલુકા મથકે વર્ષ ૨૦૧૭ની મેગા રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસ અદાલતમાં દાખલ થાય તે પહેલા કેસો હાથ પર લેવામાં આવનાર સદર લોક અદાલતમાં વિવિધ પ્રકારનાં કેસો જેવા કે ફોજદારલ, ચેક રિટર્ન, બેંક લેણાના, કલેઈમ લગ્ન વિષયક, મજૂર અદાલતનાં જમીન સંપાદન, પીજીવીસીએલ પાણીના બીલો રેવન્યુ અને દિવાની પ્રકારનાં મળી કુલ ૭૬૮૫ કેસો હાથ ઉપર લેવામાં આવ્યા છે. અરજદારો ઝડપી અને સરળ ન્યાય મળી રહે તેવા આશ્યથી સરકાર દ્વારા મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. તેમજ લોક અદાલતમાં થતા સમાધાનથી એક ઘરે નહી બબ્બે ઘરે ઘરે દિવડા પ્રગટે છે. તથા સામાજીક સદભાવ સ્થાપય છે અને સંબંધોની સંવાદીતા જળવાય રહે છે. તેમ જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી આર.કે. મોઢની યાદીમાં જણાવવામાં આવે છે.

આજે યોજાયેલી મેગા લોક અદાલતમાં કુલ ૭૬૮૫ કેસો સમાધાન અર્થે મૂકવામાં આવ્યા હતા બપોર સુધીમાં ૧૪૫૦ થી વધુ કેસોનો સમાધાનાકારી નિકાલ કરવામાં આવ્યો છે.

જયારે પીજીવીસીએલમાં ૧૦૬૬ કેસો મૂકવામાં આવ્યા હતા જેમાં ૨૨૦ કેસોનો નિકાલ કરી ૧૪.૪૮ લાખનું વળતર મેળવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.