Abtak Media Google News

નડતર‚પ ૨૧૫ બોર્ડ-બેનરો પણ હટાવાયા

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા  રસ્તા પર નડતર ૨૪ રેંકડી-કેબીનો જયુબેલી વન-વે, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, સર્કિટ હાઉસ, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, પ્રેમ મંદિર હોકર્સ ઝોન, લક્ષ્મી નગર ચોક, રેયાધાર રોડ, શનિવારી બજાર, લાખાજીરાજ રોડ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી,

જુદીજુદી ૧૫ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે યુનિ.રોડ, કુવાદ્વારોડ, ટાગોર રોડ, જનાના હોસ્પિટલ, રામાપીર ચોકડી, કે.કે.વી.ચોક, પ્રેમ મંદિર હોકર્સ ઝોન, શનિવારી બજાર, પેલેસ રોડ, રેસકોર્સ રીંગરોડ, સોરઠીયાવાડી સર્કલ, વિગેરે જગ્યા પરી જપ્ત કરવામાં આવી હતી, ૨૬૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને ધરાર માર્કેટ, જયુબેલી શાકમાર્કેટ, શનિવારી બજાર, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોક, મુક્તિધામ  પરી ૭૦ કી.ગ્રા. ધાસચારો-લીલું-ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ ૯૯,૦૦૦/- વહીવટી ચાર્જ બી.આર.ટી.એસ.રૂટ, કોઠારીયા રોડ, રેસકોર્ષ, કેશરી પુલ, મોરબી રોડ, શાથી મેદાન, નાનામવા, ગાંધીગ્રામ, યુનિ.રોડ, બાલાજી હોલ, મવડી મેઈન રોડ, રેયારોડ, બંગડી બજાર, પરાબજાર, ગુરુપ્રસાદ રોડ, પેલેસ રોડ, ગોંડલ રોડ, માર્કેટીગ યાર્ડ રોડ, વગેરે  જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો.

શહેરના વિવિધ ૧૨  હોકર્સ ઝોન જયુબેલી શાકમાર્કેટ, રેસકોર્સ, ચુનારાવાડ હોકર્સ ઝોન, કોઠારીયા રોડ હો.ઝોન, ભાવનગર રોડ હો.ઝોન, જી.આઈ. ડી.સી.હો.ઝોન. મવડી હો.ઝોન, માંડા ડુંગર હો.ઝોન, આજી ડેમ હો.ઝોન. ગંજીવાડા હો.ઝોન, વગેરે હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

શહેરમાં નડતર રૂપ એવા ૨૧૫ બોર્ડ અને બેનરો કુવાડવા રોડ, પેડકરોડ, દૂધસાગર રોડ, સોરઠીયા વાડી, ભાવનગર રોડ, રેલનગર થી અન્ડરબ્રીજ, કાલાવડ રોડ, પરી હટાવવામાં આવ્યા હતા. શહેરના જુદાજુદા સ્ળોએી અંદાજીત ૧૫ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતો, જે કાલાવડ રોડ, ગાંધીગ્રામ, નાનામવા રોડ, શનિવારી બજાર, મવડી મેઈન રોડ, પરાબજાર, જયુબેલી શાકમાર્કેટ વગેરે સ્થળોએથી જપ્ત કરેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.