યુવા છાત્રો ઈનોવેશનને લક્ષ્ય બનાવે: શિક્ષણમંત્રી

503

એચ.એન.શુકલ કોલેજ ખાતે જી.ટી.યુ.ના નવમાં ઝોનલ યુ ફેસ્ટિવલ ‘ક્ષિતીજ’ને ખુલ્લો મુકતા શિક્ષણમંત્રી ચુડાસમા: ૩૩ સ્પર્ધામાં ૧૦૦૦ી વધુ છાત્રોએ ભાગ લીધો

એચ. એન. શુક્લા કોલેજ ખાતે જીટીયુના નવમાં ઝોનલ યુથ ફેસ્ટિવલને ‘ક્ષિતીઝ’ને ખુલ્લો મુકતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે યુવા છાત્રો ઇનોવેશનને પોતાનું લક્ષ્ય બનાવે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા સહીત વિવિધ પ્રોગ્રામોનો યુવા સાહસિકો વધુ ને વધુ લાભ લે તેમ મંત્રીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે હાલનો સમય યુવા સાહસિકો માટે સુવર્ણ અવસર છે, કારણકે રાજ્યનો શિક્ષણ વિભાગ યુવાનોનું કૌશલ્ય બહાર આવે તે માટે  સતત માર્ગદર્શન અને પ્લેટફોર્મ પૂરૂ પાડી રહ્યું છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારત ૬૫ ટકા યુવાઓનો દેશ છે, યુવાનો દેશનું ભાવિ નક્કી કરે છે ત્યારે આ યુવાનો ઇનોવેશન થકી લોકોની સુખાકારી અને દેશના ઉત્કર્ષ માટે આગળ વધે તે બાબતે મંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદાહરણો પુરા પાડ્યા હતાં.

જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે આ પ્રસંગે જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેનેજમેન્ટના છાત્રો માત્ર ટેકનીકલ વિષયો જ નહીં પરંતુ કલા અને ખેલ ક્ષેત્રે પણ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડી રહ્યા છે જે કાબિલે દાદ છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીને ઉત્કૃષ્ઠ બનાવવા માટે વિશિષ્ટ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.  નેક દ્વારા નંબર વન ટેક્નિકલ યુનિવર્સટીનું રેન્કિંગ પ્રાપ્ત થયેલ છે તેના માટે સમગ્ર ટેક્નિલ સ્ટાફ અને વિવિધ કોલેજનું મહત્વનું પ્રદાન હોવાનું તેમણે જણાવ્યું હતું. એચ. એન. શુક્લા ગ્રુપ ઓફ કોલેજીસ કેમ્પસ ત્રણ દિવસ સુધી ચાલનારા નવમાં ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલમાં કુલ ૩૩ સ્પર્ધાઓમાં ૬૦ થી વધુ કોલેજના છાત્રોએ ભાગ લીધો છે. આ પ્રસંગે જી.ટી.યુ. ના રજીસ્ટાર ડો. કે એન. ખેર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેસાણી, જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય, ડી. વી. મહેતા, અગ્રણીઓ ડો. પરેશ કોટક, સંજય વાઢેર, મહેશભાઈ કિયાડા તેમજ વિવિધ કોલેજના પ્રીનીસીપાલ, અધ્યાપકશ્રીઓ તેમજ યુવા છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...