Abtak Media Google News

પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થામાં અંતર જળવાય, ભીડના સર્જાય તેવી વ્યવસ્થા: વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન માપી પરીક્ષાખંડમાં પ્રવેશ અપાશે

રાજ્યભરમાં કોરોના સંક્રમણ સંબધિત સંપૂર્ણ તકેદારી સાથે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEEઅને NEETની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા ૬ સપ્ટેમ્બર સુધી દેશભરમાં ચાલશે અને નિટની પરીક્ષા ૧૪મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. રાજકોટ જીલ્લાના ૨૨૦૦ વિદ્યાર્થીઓ આવતીકાલથી ૨ દિવસ મારવાડી યુનિવર્સિટી ખાતે પરીક્ષા આપશે. પરિક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થામાં અંતર જળવાય, ભીડના સર્જાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

રાજકોટના નવનિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી ૨ દિવસ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે JEEની પરીક્ષા લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતની અવગળતા ન પડે તેની પુરી તકેદારી રાખવામાં આવશે. અને ખાસ તો પરિક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થામાં અંતર જળવાય, ભીડના સર્જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે ૯ થી ૧૨ ૬૦૦ વિદ્યાર્થીઓ ત્યારબાદ ૩ થી ૬ બીજા ૬૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને આ મુજબ જ ૩ સપ્ટેમ્બરના પણ વ્યવસ્થા યોજવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે પરીક્ષા કેન્દ્રના તમામ વર્ગખંડોમાં સેનેટાઈઝ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન માપી પરીક્ષાખંડમાં પ્રવેશ અપાશે. આ ઉપરાંત ૧૩ સપ્ટેમ્બરના રોજ NEETની પરીક્ષા યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.