Abtak Media Google News

રાજયપાલ શાસનનો આજથી અંત

આજથી રાષ્ટ્રપતિ શાસનની અમલવારી થતા હવે તમામ વિધયક અને નાણાકિય અધિકારના બિલ સંસદમાં ચાલશે

જમ્મુ-કાશ્મીરમાં આજથી રાજયપાલ શાસનનો અંત આવ્યો છે. પહાડી રાજયમાં ૨૨ વર્ષ બાદ આજથી ફરી રાષ્ટ્રપતિ શાસનના યુગનો પ્રારંભ થઈ ગયોછે. આજથી જમ્મુ-કાશ્મીરના તમામ વિધયક અને નાણાકિય અધિકારના બિલ સંસદમાં ચાલશે. કેન્દ્ર સરકારે સોમવારે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની દરખાસ્ત કરી હતી.જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજુરીની મહોર મારતા આજથી રાષ્ટ્રપતિશાસન લાગુ થઈ ગયું છે. આ પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૦ થી ઓકટોબર-૧૯૯૬ સુધી રાષ્ટ્રપતિ શાસન હતું.

ભાજપે ટેકો પાછો ખેંચી લેતા જમ્મુ-કાશ્મીરમાં મહેબુબામુફતીની સરકાર પડી ભાંગી હતી. ત્યાર બાદ અહીં રાજયપાલ શાસન લાગુકરી દેવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલનું શાસન છે. દરમિયાન ગત સોમવારે કેન્દ્રસરકાર દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલ શાસનનો અંત લાવી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

બંધારણ મુજબ કોઈપણ રાજયમાં વધુમાં વધુ ૬ માસ સુધી રાજયપાલ શાસન લાગુ રહી શકેછે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલ શાસનને૬ મહિના પુરા થતા આજથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. બંધારણની કલમ ૩૫૬ની સીધી જ અમલવારી થઈ જશે. જમ્મુ-કાશ્મીર રાજય સંવિધાનની કલમ ૯૨ મુજબ રાજયપાલ શાસનની જગ્યાએ હવે રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવામાં આવ્યા છે.

દરમિયાન પૂર્વ કાયદામંત્રી હર્ષદેવસિંહે જણાવ્યું હતું કે, રાજય વિધાનસભા ભંગ થતાની સાથે જ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોનો અધિકાર રાજયપાલ હસ્તક થઈ જાય છે. રાષ્ટ્રપતિ શાસનની આજથી અમલવારી શરૂ થતા હવે જમ્મુ-કાશ્મીરમાં તમામ અધિકાર રાષ્ટ્રપતિ અનેસંસદ પાસે ચાલ્યા ગયા છે. રાજયપાલ હવે પોતાની મરજી મુજબ કોઈપણ નવો કાયદો બનાવી શકશે નહીં અને કોઈપણ મોટી રાહતની પણ જાહેરાત કરી શકશે નહીં.કોઈ નવા કાયદા લાવવા કે જાહેરાતના તમામ અધિકાર હવે સંસદ પાસે રહેશે.

પીડીપીના વરિષ્ઠ નેતા મુઝફર હુસેન બેગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ શાસન લાગુ થતા હવે રાજયપાલે મહત્વપૂર્ણ મુદાઓ માટે કેન્દ્ર સરકારઅને સંસદની અનુમતી લેવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે,૧૮ જુન ૨૦૧૮ના રોજ ભાજપે પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચી લેતા મહેબુબા મુફતીના નેતૃત્વવાળી સરકાર પડી ભાંગી હતી અને ત્યારથી જમ્મુ-કાશ્મીરમાંરાજયપાલનું શાસન છે. ૨૨ વર્ષના લાંબા અંતરાળ બાદ જમ્મુ-કાશ્મીરમાં આજથી ફરી રાષ્ટ્રપતિ શાસનની અમલવારી થઈ જવા પામી છે. વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૬ સુધી અહીં રાષ્ટ્રપતિ શાસન હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.