Abtak Media Google News

સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ૩૬૦ કિ.મી.થી ઘટી ૩૧ કિ.મી. થઇ જશે: આગામી સમયમાં કચ્છના અખાતથી પણ રો-રો ફેરી શરુ‚ કરવાની યોજના

માર્ગ અને પરિવહન ક્ષેત્રે ગુજરાતે અન્ય રાજ્યો કરતા વિશેષ પ્રગતિ કરી છે. ત્યારે જળ માર્ગે પણ મહાત્વાકાંક્ષી રો-રો ફેરી શ‚ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આજે આ યોજનાને આખરી ઓપ આપવામાં આવશે. આગામી તા.ર૦મી મે થી આ ફેરી સર્વિસ શ‚ થવાની શક્યતા છે. ઘોઘા થી દહેજ વચ્ચેનું અંતર આ ફેરીના કારણે ૩૬૦ કિ.મી.થી ઘટી માત્ર ૩૧ કિ.મી. થઇ જશે. પરિણામે વાહન વ્યવહાર ક્ષેત્રે સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ખુલશે. આ ફેરીથી માત્ર મુસાફરો જ નહીં પરંતુ નાનાથી મહાકાય વાહનો પણ ઘોઘાથી દહેજ અથવા દહેજથી ઘોઘા પહોંચાડી શકાશે. લાખો ‚પિયાના ઇંધણની બચત થશે. હાલ ઘોઘાથી દહેજ વચ્ચેની આ રો-રો સર્વિસનો પાયો નખાયો છે ત્યારે સૌરાષ્ટ્ર માટે અતિ અગત્યની કલ્પસર જો સાકાર થાય તો આ યોજનાથી પણ અનેકગણો ફાયદો સૌરાષ્ટ્રને થવાનો છે.

અધિકારીઓના કારણે ઘોંચમાં પડેલી કલ્પસર યોજનામાં પણ વાહન વ્યવહાર ક્ષેત્રે સૌરાષ્ટ્રને અનેકગણો ફાયદો થશે. કલ્પસરમાં બનનારા પાળીયા ઉપર રેલ અને માર્ગથી દહેજ સુધીનું અંતર ઘટશે. ઉપરાંત ઇંધણ અને આર્થિક બચત પણ થશે. હાલ ભાવનગરના ઘોઘા-દહેજ વચ્ચેનું અંતર માત્ર ૯૦ મીનીટનું થવા જઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરો અને માલસામાનની ઝડપથી અને કિફાયતી સર્વિસ મળશે. આ પ્રોજેક્ટનું કામ ર૦૧૧થી ચાલુ છે. ઘોઘા અને દહેજમાં બે ટર્મિનલ બનાવવામાં આવ્યા છે. જેનો ખર્ચો ૬૧૫ કરોડથી વધુ થયો છે. આ પ્રોજેક્ટ સાથે સુરતનું ડેટોસ ગ્રુપની સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ લી. સંકળાયેલી છે.

ઘોઘા અને દહેજ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કચ્છના અખાતને દક્ષિણ ગુજરાત સાથે જોડવા પણ બે ટીર્મનલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ગુજરાતના સમગ્ર દરિયાકાંઠાને જોડવાનો પ્રયાસ થશે તેવુ ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઇઓ અજય ભાદુનું કહેવું છે. મુસાફરોના વહન માટેની સર્વિસ જામનગર નજીકના ઉપર સ્થપાશે. હાલ ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો સર્વિસના કારણે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત તરફ જતા ટ્રક સહિતના વાહનોનું લાખોનું ઇંધણ બચશે. આજની પરિસ્થિતિએ જોઇએ તો મુન્દ્રા, રાજકોટ, પોરબંદર, વેરાવળ, જામનગર, ભાવનગર, અમરેલી અને મોરબીથી ૧૦૦૦ જેટલા ટ્રકો દરરોજ મુંબઇ તરફ જાય છે. આ ‚ટમાં વનવે ટ્રાન્સપોર્ટ માટે ટ્રક દીઠ ‚ા.ર૦૦૦૦નું ડિઝલ જોઇતુ હોવાનો અંદાજ છે. હવે ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરીના કારણે ટ્રીપ દીઠ ટ્રકનું ૧૦૦ થી ૧૫૦ લીટર ડીઝલ બચશે. એકંદરે સૌરાષ્ટ્રના પરિવહનને અનેકગણો ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.