Abtak Media Google News

રઘુકુળ સોશ્યલ ગ્રુપ દ્વારા દર્શન લાભ લેવા તમામ જ્ઞાતિ સમૂહના લોકોને જાહેર હાર્દિક નિમંત્રણ: આયોજકો આવ્યા અબતકના આંગણે

પૂજય જલારામ બાપાના જન્મોત્સવની અદ્ભૂત ઉજવણીમાં ૨૧૮ ઈંચની બાપાની પ્રતિમા મૂકી બે દિવસ સુધી ભજન-કીર્તન અને ભોજનનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. બાપાના દર્શનનો પ્રસંગ ઐતિહાસિક બની રહેશે. રઘુકુળ સોશ્યલ ગ્રુપના સભ્યો દ્વારા સુંદર આયોજન કરાયું છે.

કાલે તા.૨૭મીએ વીરપુરના સંત જલારામ બાપાની ૨૧૮મી જન્મજયંતી છે રાજકોટ સહિત ગુજરાતભરમાં જલારામ બાપાની જન્મજયંતિની આસ્થાપૂર્વક અને શ્રદ્ધા સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઠેક-ઠેકાણે ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાય છે. શોભાયાત્રા અને બાપાને વંદન કરવામાં આવે છે. રાજકોટમાં પ્રથમ વખત નવતર પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટના બાલભવનના આંગણે પૂજય જલારામ બાપાના બે દિવસ સુધી દર્શનનો અનેરો લ્હાવો ભાવિકોને મળશે. જલારામ બાપાની ૨૧૮મી જન્મજયંતી હોવાથી બાપાની ૨૧૮ ઈંચની પ્રતિમા મુકાશે અને બે દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાશે ૨૧૮ ઈંચની પૂજય બાપાની મૂર્તિના અલૌકિક દર્શનનો અદ્ભૂત નજારો જોવા મળશે. આ દર્શનનો લાભ લેવા માટે રઘુકુળ સોશ્યલ ગ્રુપ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

બાલભવન ખાતે યોજાનાર જલારામ જન્મજયંતિ પ્રસંગમાં સીનીયર સીટીઝન માટે બેઠક વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. તેમજ શહેરના આગેવાનો, સમાજના અગ્રણીઓ માટે પણ બેઠકની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તા.૨૬મીએ પૂજય બાપાની પ્રતિમાની સ્થાપના કરાશે અને બે દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાશે, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ ભજનિક વિનોદભાઈ પટેલ દ્વારા જલારામ બાપાનું જીવન ચરિત્રનું રસપાન સાથે ભજનની પણ રમઝટ બોલાવાશે. પૂજય જલારામ બાપાના દર્શન માટે કોઈ પણ સમાજ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર કાર્યક્રમનો લાભ લેવા અને તમામ સમાજના લોકોએ પ્રસાદ લેવા જાહેર નિમંત્રણ અપાયું છે. તા.૨૬મીએ બાલભવનમાં બાપાની આબેહુબ પ્રતિમા મુકાશે તા.૨૭મીએ બાપાની જન્મજયંતિની અનેરી ઉજવણી કરાશે. ૭:૦૦ વાગ્યે આરતી ૭:૩૦થી મહાપ્રસાદનો પ્રારંભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.