કચ્છ-ભુજ પંથકમાંથી વિદેશી શરાબની ૨૧૨ બોટલ સાજે ૪ ઝડપાયા

ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભુજ શહેર એ ડિવીઝન, પઘ્ધર પોલીસની કામગીરી: રૂ. ૬૯૩૯૫ નો મુદામાલ કબ્જે

કચ્છ-ભુજ પંથકમાં જુદી જુદી જગ્યાએથી પોલીસે ત્રણ દરોડા પાડી, ૪ શખ્સોને વિદેશી શરાબની ૨૧૨ બોટલ અને બિયર ટીન ર૪ (કુલ રૂ. ૬૯૩૯૫) ના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ ગાંધીધામની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે રાપરના બે શખ્સો નરેન્દ્રસિંહ ઉર્ફે મેંદો પ્રવિણસિંહ વાઘેલા (અયોઘ્યા પુરી પ્રા.શાળાની બાજુમાં) તેમજ યશપાલસિંહ બળવંતસિંહ જાડેજા (મોટી રવ)ને રૂ. ૨૮૧૫૦ ની કિંમતની ૧૪ર બોટઠલ અંગ્રેજી દારૂતેમજ રૂ. ૨૪૦૦ ના ર૪ નંગર બિયર ટીન સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભુજ શહેર એ ડીવીઝન પોલીસ કાફલાએ સંજય જયેશ રાવલ (રોટરી નગર) ના ઘરે દરોડો પાડતા ત્યાંથી જુદી જુદી બ્રાન્ડની રૂ. ૨૬૨૪૫ ની ૩૪ બોટલ વિદેશી શરાબ મળી આવ્યો હતો. દરોડા સમયે હાજર ન મળતા પોલીસે સંજયની શોધખોળ આદરી છે.

જયારે પશ્ર્ચિમ કચ્છ-ભુજની પઘ્ધર પોલીસે આલમશા ઉર્ફે ગઢો હુશેનશા મધવાણી (નવા કનૈયાઓ) તથા જાફરશા શેખ, વાઘડીયા (નવી અંજાર એકતાનગર) એમ બન્નેને રૂ. ૧ર,૬૦૦ ની કિંમતના વિલાયતી શરાબ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Loading...