Abtak Media Google News

વિદ્યાર્થીઓએ ૧૦:૩૦ સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ મેળવી લેવાનો રહેશે:  ૯૦ બિલ્ડીંગ પર ૮૮૩ બ્લોકમાં જી.પી.એસ.સી.ની પરીક્ષા લેવાશે

રવિવારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જી.પ.એસ.સીની પરિક્ષા લેવાનાર છે. રાય વહેંચાણ વેરા નીરીક્ષક વર્ગ-૩ની ખાલી જગ્યા ભરવા માટે લેવાનારી આ પરિક્ષામાં રાજકોટમાં કુલ ૨૧૧૮૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે.રાજકોટ શહેરમાં અલગ અલગ ૯૦ બિલ્ડીંગ પર કુલ ૮૮૩ બ્લોકમા ૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ જી.પી.એસ.સીની પરિક્ષા આપશે. પરિક્ષા કેન્દ્ર પર વિધાર્યીઓએ સવારે ૧૦.૩૦ વાગ્યા સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહશે ત્યારબાદ ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા સુધી જી.પી.એસ.સીની પરિક્ષા ચાલશે.

મળતી માહિતી મુજબ રાજકોટ ઉપરાંત જામનગર,સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં પણ આ પરિક્ષા લેવામાં આવશે. પરિક્ષાના સંદર્ભે ચુસ્ત બંદોબસ્ત માટે પોલિસ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. રાજકોટમાં જિલ્લાશિક્ષણાધિકારી ની કચેરી ખાતે કંટ્રોલ ‚મ પણ શ‚ કરવામાં આવ્યો છે.

રવિવારે યોજાનાર જી.પી.એસ.સીની પરિક્ષા સંદર્ભે તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને પરિક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવામાટે સુચન કરાયું છે. તેમજ ચાર થી વધુ વ્યકિતઓને એકત્ર થવા પર પ્રતિબંધ કરવા જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે.

પરીક્ષાખંડમાં ઉમેદવારોએ ઈલેકટ્રોનિક ગેજેટ જેવા કે કેલ્યુકેટર અને મોબાઈલ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ તમામ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કલેકટર તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ પણ રાઉન્ડ ધી કલોક પરીક્ષા કેન્દ્ર પર ફરી વળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.