Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં ૧૪, અમરેલીમાં ૧૦, ભાવનગરમાં ૧૩ અને સુરેન્દ્રનગરમાં ૧૪ કોરોના સંક્રમિત: સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ આંક ૧૨૦૦ નજીક, ૪૦ થી વધુ દર્દીઓના વાયરસે લીધા ભોગ

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યાવત રહ્યો છે. ગઈ કાલે વધુ સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ ૭૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં ૧૪, ભાવનગરમાં ૧૩, અમરેલીમાં ૧૦, સુરેન્દ્રનગરમાં ૧૪, પોરબંદરમાં ૨, જૂનાગઢમાં ૭, જામનગરમાં ૩, મોરબીમાં ૪, ગીર સોમનામાં ૪ અને કેન્દ્રીય શાસિત પ્રદેશ દિવમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૨૦૦ જેટલા પોઝિટિવ કેસ અને ૪૦ થી વધુ દર્દીઓના ભોગ કોરોના વાયરસે લીધાનું નોંધાયું છે.

રાજકોટમાં ગઈ કાલે શહેરમાં ૬ અને ગ્રામ્યમાં ૮ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જેમાં સિટીના ગાંધીગ્રામ શિવમ પાર્કમાં, આર.કે. નગર, આસ રેસિડેન્સી, જલારામ સોસાયટી, શ્રી કોલોની અને અનામિકા સોસાયટીમાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જસદણ માં ૩ જેમાં આટકોટ અને લીલાપુરમાં ઉદ્યોગપતિ અશરફભાઈ ખિમાણી સહિત ૩ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. જ્યારે જામકંડોરણા માં વૈભવનગરમાં ૨, ગોંડલ – જેતલસર અને કોટડાસાંગાણીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોંડલ તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ તાલુકામાં ૧૬ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં વિઠ્ઠલપ્રેસ રોડ પર , મેડિકલ કોલેજના તબીબ, ભાગ્યોદય સોસાયટીના યુવા શિક્ષક, સંજીવની સોસાયટીમાં માં યુવાન સહિત શહેરમાં કુલ ૧૩ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જ્યારે ધ્રાંગધ્રામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૩૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જ્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોના વિસ્ફોટ સર્જાતા વધુ ૧૦ લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે. જેમાં ૨ પોઝિટિવ કેસ શહેરમાં જેસીંગપરા વિસ્તારમાં ૫૦ વર્ષના મહિલા અને માણેકપરામાં પણ ૫૦ વર્ષના મહિલા કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમા રાજુલામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં ત્રીજો કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયો છે. દુર્લભનગરમાં ૪૦ વર્ષના આધેડને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઇશ્વરીયા ગામમાં, રંગપર ગામમાં, સાવરકુંડલા અને લાઠીયા ગામમાં કોરોના વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભાવનગર જિલ્લામાં કોરોના કહેર જારી રહેતા વધુ ૧૩ કોરોનાગ્રસ્ત કેસ નોંધાતા જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ ૨૫૦ પાસે પહોંચ્યા છે. જ્યારે અત્યાર સુધી ૧૩ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગરમાં વધુ ૩ લોકો કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. પોરબંદરમાં પણ કોરોના કેસનો સિલસિલો ધીમી ગતિએ આગળ વધી રહ્યો હોય તેમ વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબીમાં વધુ ૪ લોકોને કોરોનાનો ચેપ લાગતા આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ગીર સોમના જિલ્લામાં કોરોના ન વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને બોટાદમાં પણ ૪ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઉમેરો યો છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં પણ એક માસુમ બાળકી કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા બાદ તેને આઇસોલેટ કરી રિપોર્ટ કરવામાં આવતા તેને કોરોના પોઝિટિવ જાહેર કરતા દિવમાં કુલ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.