Abtak Media Google News

ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દૂરંદેશી ધરાવતા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના જુદા જુદા દેશોને યોગના વિચારો આપેલ જેના અનુસંધાને યુનો દ્વ્રારા ૨૧ જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું મંજુર કરવામાં આવેલ છે. યોગ દિવસની ઉજવણી પુરા ગુજરાતમાં ઉત્સાહભેર થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ તમામ તંત્ર તૈયારી કરી રહેલ છે. રાજકોટ શહેરમાં પણ યોગ દિવસની શાનદાર ઉજવણી થાય તે માટે મેયરશ્રી ડૉ. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વ્રારા શહેરની ધાર્મિક, સામાજીક, વ્યાપારિક, ઔદ્યોગિક,સંસ્થાઓ તેમજ સોસાયટીઓના હોદ્દેદારશ્રીઓ સાથે રાજકોટ મહાનગરપાલિકામાં મીટીંગ યોજાયેલ.

આગામી ૨૧ જુન “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેરમાં પણ શાનદાર ઉજવણી થશે…..ડૉ. જૈમન ઉપાધ્યાય

આ મીટીંગમાં બ્રહ્માકુમારી, પતંજલી, આર્ટ ઓફ લિવિંગ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, NCC  સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ ઓથોરિટી, જીતુભાઈ કોટેચા ચિત્રનગરી, ક્રિકેટ એસોસિએશન, લાઈફ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ડે. કમિશનર ડી. જે. જાડેજા, સી. કે. નંદાણી, આસી. કમિશનર હર્ષદ પટેલ, જશ્મીન રાઠોડ, સમીર ધડુક, વાસંતીબેન પ્રજાપતિ ઉપસ્થિત રહેલ હતા.

વિશ્વ યોગ દિનની અભૂતપૂર્વ ઉજવણી માટે કમર કસતુ તંત્ર……. –જયમીન ઠાકર

યોગ દિવસની શાનદાર ઉજવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ, નાના મવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, રણછોડદાસ આશ્રમ સામેનું ગ્રાઉન્ડ, પારડી રોડ પર કોમ્યુનિટી હોલ પાસે આવેલ મેદાન ખાતે ૨૧ જુનના રોજ સવારના ૬:૩૦ વાગ્યે થી ૭:૩૦ વાગ્યા સુધી શહેરના બહોળી સંખ્યામાં યુવાનો/યુવતીઓ, મહિલાઓ, સીનીયર સીટીઝન્સ, તબીબો, ઉદ્યોગપતિઓ સહિતના વિવિધ ક્ષેત્રના નાગરિકો તેમજ  યોગાપ્રેમીઓ દ્વ્રારા યોગ કરવામાં આવશે.

યોગ સાધનામાં ઓમના ઉચ્ચારણથી હળવી શારીરિક કસરત ત્યારબાદ વૃક્ષાસન, શશાંકાસન, મકરાસન, ભુજંગાસન, તાડાસન, ભદ્રાસન, પાદહસ્તાસાન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, વજ્રાસન, ઉત્તાનમંડુકાસન, પવનમુકતાસાન, શવાસનની ક્રિયાઓ કરાવાશે.  અને ત્યારબાદ ભ્રામરી પ્રાણાયામ, અને ધ્યાન વિગેરે નિષ્ણાત યોગ શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે. યોગથી તન અને મનની અને તંદુરસ્તી માટે ઉર્જાનો સંચાર થાય છે.

શહેરમાં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી માટે સરકારી તંત્રની સાથોસાથ શહેરના રમતવીરો, સામાજિક સંસ્થાઓનો મળી રહેલ અભૂતપૂર્વ સહકાર….પુષ્કર પટેલ

યોગથી શારીરિક તંદુરસ્તી સાથે વિચારો તંદુરસ્ત અને મજબુત બનશે અને ભવિષ્યમાં મજબુત રાષ્ટ્રનું નિર્માણ થશે. જેથી આ યોગ દિવસની શાનદાર ઉજવણી થાય અને શહેરના તમામ ક્ષેત્રના નાગરિકો ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં જોડાય તે માટે પુષ્કરભાઈ પટેલ તથા જયમીનભાઈ ઠાકરે અપીલ કરતા જણાવેલ છે કે, ભારતના વડાપ્રધાનશ્રી દ્વ્રારા વિશ્વ યોગ ડે ઉજવવાનું નક્કી કરી, સમગ્ર વિશ્વ ભારત દેશની સંસ્કૃતિની નોંધ લે તેવું આયોજન કરેલ છે જે આપણા માટે ગૌરવની વાત છે.

ચાલુ વર્ષે આગામી ૨૧ જુન વિશ્વ યોગ દિન નિમિતે શહેરના ચારેય સ્વિમિંગ પુલોમાં એક્વા યોગા કરવામાં આવશે. ૨૧ જુન ૨૦૧૮ના રોજ “વિશ્વ યોગ દિન” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, મહર્ષિ દયાનંદ સ્નાનાગાર કાલાવડ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, અને પેડક રોડના છેડે આવેલા  સ્વામી વિવેકાનંદ સ્નાનાગારમાં એક્વા યોગા કરવામાં આવશે. એક્વા યોગાના આ કાર્યક્રમમાં ૭ વર્ષથી લઈને ૮૫ વર્ષ સુધીના બહેનો, યુવતીઓ, મહિલાઓ, અને વૃધ્ધાઓ ભાગ લેશે. ૨૧ જુન નિમિતેનો આ એક્વા યોગા કાર્યક્રમ વર્લ્ડ રેકોર્ડ બની રહેશે.

૨૧ જુન “વિશ્વ યોગ દિન” નિમિતે ભારતભરમાં સૌ પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે ખાસ બહેનો માટે “એક્વા યોગા” કાર્યક્રમનું આયોજન…… પુષ્કર પટેલ, જયમીન ઠાકર

ગત વર્ષે વિશ્વના લગભગ તમામ દેશોના નાગરિકોએ “યોગ દિન”ની શાનદાર ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાઈને ભારતીય સંસ્કૃતિની આ અમુલ્ય ભેટની નોંધ લીધેલ છે. તે મુજબ આ વર્ષે પણ સમગ્ર દેશ, ગુજરાત રાજય તેમજ રાજકોટ શહેરના તમામ ક્ષેત્ર સાથે જોડાયેલા નાગરિકો ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં જોડાઈને પોતાની શારીરિક, માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરે તેમ અંતમાં મેયરશ્રી ડૉ. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકરે જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.