Abtak Media Google News

ગીચ વિસ્તારોમાં પાઈપ લાઈનના કામ માટે રૂ.૧૬ કરોડ તેમજ તેના માલ સપ્લાય અને લેબર કામ માટે રૂ.૧૦ કરોડ મંજુર: દિગ્જામ રેલવે ઓવરબ્રિજ નીચેની જગ્યા પાર્કિંગ માટે ૩ વર્ષ સુધી ભાડે આપવાની દરખાસ્ત મંજુર

જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ રૃા. એકત્રીસ કરોડ અઢાર લાખના વિવિધ ખર્ચાઓને બહાલી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકા પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં દસ સભ્યો ઉપરાંત મેયર હસમુખ જેઠવા, કમિશ્નર સતિષ પટેલ અને ડીએમસી એ.કે.વસ્તાણી ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરના બાકી રહેતા ગીચ વિસ્તારોમાં સીવર કલેકશન પાઈપ લાઈન નેટવર્ક પેકેજ-૧ માં રૃા ૭ કરોડ ૫૬ લાખના તેમજ પેકેજ-ર કામ રૃા. ૮ કરોડ ૮૧ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વોટર વર્કસ શાખાના ઢીચડા હેઠળના વિસ્તારમાં આંતરીક પાઈપ લાઈન નેટવર્ક અન્વયે ૧૦૦ એમએમથી ૬૦૦ એમએમ ડાયા મીટરની ડીઆઈ કે-૭, કે-૯, પાઈનલાઈન તથા સંલગ્ન માલસામાન સપ્લાય તથા લેબર કામ અન્વયે રૃા. ૧૦ કરોડ તેમજ શહેરના પાંચ સુએઝ પમ્પીંગ સ્ટેશનો ચલાવવા માટે તેનું ઈલેક્ટ્રો મિકેનિકલ વર્કસ ઓફ પમ્પીંગ મશીનરી તેમજ ઈક્વિપમેન્ટ એન્ડ સિવિલ વર્ક ઓફ સુએઝ પમ્પીંગ સ્ટેશન તથા રાઉન્ડ ક્લોક પ્રેપર પમ્પીંગ ઓફ સુએઝના કામ કોમ્પ્રીહેન્સીવ ઓપરેશનના મેન્ટેનન્સ અને રીપેરીંગ કામનો ૧ર માસ માટેનો કોન્ટ્રાક્ટ માટે રૃા.૯૬ લાખ ૨૬ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.

મુખ્યમંત્રી સ્વર્ણિમ જ્યંતિ યોજના અન્વયે ખીજડીયા, પમ્પહાઉસ જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ, ઉંડ-૧, સસોઈ ડેમ તથા આજી-૩ ડેમ ઉપર માનવ શક્તિ પુરી ૫ાડી રૃા. ૮૨ લાખ તથા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૧) માં ખાનગી સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ વસહતોમાં તપાસથી રહેણાંક વિસ્તારોમં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાની વિકાસ યોજના અન્વયે સીસી રોડ/બ્લોકના કામ માટે રૃા. એક કરોડ તેમજ આ જ પ્રકારે વોર્ડ નં. ૧ર માં કામ માટે રૃા. એક કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નંબર ર,૩,૪) અને સાઉથ ઝોન (વોર્ડ નં. ૮,૧પ,૧૬), ઈસ્ટ ઝોન (૧૦,૧૧,૧ર) માં ગાર્ડન હેતુ માટે ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી પ્લાન્ટેશનના પાણી ૫ીવડાવવાના વાર્ષિક ખર્ચ માટે રૃા. અગિયાર લાખ સાત હજાર તથા વોર્ડ નં. ૧,૬,૭,૫,૯,૧૩,૧૪માં આ કામ માટે રૃા. અગિયાર લાખ સાત હજારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ (એમ્યુઝમેન્ટ પાર્ક), માં સીક્યોરીટી, ક્લીનીંગ, ગાર્ડનીંગ, કોમ્પ્યુટર ઓપરેટર વગેરે કામના વધારાના ખર્ચ અન્વયે રૃા. બાવીસ લાખ એકાણું હજારનો ખર્ચ, જામ રણજીતસિંહજી પાર્કના વધારાના ખર્ચ માટે રૃા. સાત લાખ પાંત્રીસ હજાર મંજુર રાખવામાં આવ્યો હતો.

દિગ્જામ રેલવે ઓવર બ્રીજ નીચેની જગ્યા પાર્કીંગ હેતુ માટે ૩ વર્ષ માટે લીગ પીરીયડથી ભાડે આપવાની દરખાસ્ત મંજુર કરી હતી અને વાર્ષિ રૃા. એક લાખની આવક થશે. વોર્ડ નંબર ૫,૯,૧૩,૧૪માં કેનાલ, બ્રીજ, સ્ટેન્ધનીંગ કામ માટે રૃા. આઠ લાખ એંસી હજાર પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત એએચપી ઘટક હેઠળની આવાસ યોજનાની ૧૩ દુકાનો તથા કોમ્યુનીટી હોલનું વેચાણ કરવા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. સોલીડ વેસ્ટ શાખા માટે ભાડેથી બેકહો લોડર મશીન તથા ટ્રોલી સપ્લાય કરવા માટે રૃા. દસ લાખ, બેડેશ્વર અને રણજીતસાગર રોડ ઉપર ઢોરના ડબ્બામાં ઘાસચારો સપ્લાય કરવા માટે રૃા. ત્રીસ લાખ, જામનગર મહાનગર પાલિકાના કર્મચારી એલએસજીડી પરીક્ષા પાસ કરનારને એડવાન્સ ઈન્ક્રીમેન્ટ આપવાની દરખાસ્ત અન્વયે ચાર  કર્મચારીને એડવાન્સ ઈન્ક્રીમેન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મોબાઈલ કોર્ટમાં ફરજ બજાવતા જુ.ક્લાર્કને ક્ધવયેન્સ એલાઉન્સ મંજુર કરવાની દરખાસ્ત અન્વયે બે કર્મચારીને એલાઉન્સ આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું. નાયબ કાર્યપાલક ઈજનેર (ઈલેક્ટ્રિક) ઉપર ૧૧ માસ માટે કોન્ટ્રાક્ટ બેઈઝથી નિમણૂક આપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ફાયરમેન કમ ડ્રાઈવર કમ ઓપરેટરની જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ બેઈઝથી નવી નિમણૂક આપવાની દરખાસ્તમાં ૧૧ માસના કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર નિમણૂક આપવા નિર્ણય લેવાયો હતો. ઈલેક્ટ્રિક લાયનમેનને ૧૧ માસના કોન્ટ્રાક્ટ બેઈઝથી નિમણૂક આપવા અંગે નિર્ણય લેવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.