Abtak Media Google News

સૌરાષ્ટ્રના ૧૫૦૦૦થી વધુ ખેડૂતો એકસ્પોમાં જોડાશે: પત્રકાર પરિષદમાં માહિતી આપતા સોમાના પ્રમુખ સમીર શાહ અને ઓકટાગોન કોમ્યુનિકેશન્સના સંદિપ પટેલ

રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી ૨૦ થી ૨૩ એપ્રીલ ૨૦૧૮ એમ સળંગ ચાર દિવસ સૌરાષ્ટ્ર ઓઈલ મીલર્સ એસોસિએશન તથા ઓકટાગોન કોમ્યુનિકેશન્સ દ્વારા વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમિટ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ૧૫૦૦૦થી વધુ ખેડૂતો જોડાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાઈબ્રન્ટ વારસાને સ્થાનીક સ્તરે લાવવાના ખ્યાલ સાથે વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમિટ-૨૦૧૬ને ખૂબજ સારી સફળતા મળી હતી. આ એકસ્પો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વિચારધારા પર આધારિત છે અને આ એકસ્પોમાં સમિટ દ્વારા જ્ઞાન વિતરણ અને એકસ્પો દ્વારા માર્કેટ એકસેસ થશે, આ એકસ્પોનો ધ્યાન સૌરાષ્ટ્રમાં રોકાણ ખેંચી લાવવાનો નથી, પરંતુ ટેકનોલોજી સુધારો થાય અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ જાણવાની તક મળે જેથી તેમનું સ્તર વૈશ્ર્વિક ખેલાડીઓની સમાન બની શકે.

આ એકસ્પો સંયુકતપણે ઓકટાગોન કોમ્યુનિકેશન્સ અને સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિયેશન દ્વારા યોજવામાં આવે છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્રના વિવિધ એસોસીયેશન્સ તરફથી પુરા સહકાર મળેલ છે. આ એકસ્પોમાં એગ્રિકલચર ઈન્ડસ્ટ્રી તથા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા ૧૨થી વધુ દેશો જેવા કે ઈઝરાઈલ, યુએસએ, થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઈન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજયોમાંથી લોકો ભાગ લેશે. કૃષિ અને કેટલાક સંબંધિત ઉદ્યોગો માટેનું આ પ્રદર્શન, સેમિનાર, સમિટ, બી ૨ બી મીટ, નેટવર્કિંગ એક સાથે જોડાયેલ છે.

આ અંગે પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહએ જણાવ્યું કે, “સૌરાષ્ટ્રમાં ૩૦૩૩થી કૃષિ વ્યવસાય એકમો છે તેમને કહ્યું કે કૃષિ ઉદ્યોગ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરતા વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમિટ ૨૦૧૮માં ફોકસના પ્રાથમિક બિંદુઓમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સાધનો અને તકનીકોનું સંશોધન કરવું, ખેડૂતો અને ઔદ્યોગિક સંગઠનોને સપ્લાય ચેઈનને સક્ષમ કરો જેથી કરીને વધુ સારું વળતર અને વધુ સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ સુનિશ્ર્ચિત થાય. બજારમાં તૈયાર ઉત્પાદનોનો વિકાસ કરો જેથી વેચાણ માટે બ્રાહ્ય ખેલાડીઓ પર નિર્ભરતા ઘટે.

ઓકટાગોન કોમ્યુનિકેશન્સના સીઈઓ સંદીપ પટેલએ જણાવ્યું કે, ‘સૌરાષ્ટ્રમાં માત્ર કૃષિ જ નહીં પરંતુ અન્ય સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ સતત વધારો થયો છે. સૌરાષ્ટ્રના વિશ્ર્વ પ્રસિધ્ધ એન્જીનીયરીંગ, મશીન ટૂલ્સ અને બ્રાસ પાર્ટસ કલસ્ટર જેના બનેલા પાર્ટસ એવિએશન અને સંરક્ષણ જેવા ક્ષેત્રો કે જે ગુણવત્તા અને ચોકસાઈ માટે અત્યંત સંવેદનશીલ છે ત્યાં મેડ ઈન સૌરાષ્ટ્રનો સિક્કો છે.

આ સમિટ વિવિધ ક્ષેત્રોના આંતરરાષ્ટ્રીયકરણને જુએ છે અને તેને અનુલક્ષીને આ વર્ષે રસપ્રદ વ્યૂહરચનાઓ દ્વારા વિવિધ દેશોના ભારતમાના રાજદૂતોને આ પ્લેટફોર્મ પર લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં આવેલ રશિયન દૂતાવાસએ કહ્યું કે “તમારા રાજય સાથે સંબંધો વધારવા તે ખૂબ જ રસપ્રદ છે. ખાસ કરીને જયારે રશીયાના એસ્ટ્રકન પ્રદેશ અને ગુજરાતમાં સહયોગ વિશે વાઈબ્રન્ટ ગુજરાતમાં દ્વિપક્ષીય કરાર થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.