Abtak Media Google News

આફ્રિકા સાથેના વેપાર સબંધો વધુ સારા કરવાનો ગુજરાત સરકારનો પ્રયાસ

ગુજરાત દ્વારા આફ્રિકાને ઐતિહાસિક ભેટ આપવામાં આવી રહી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ભેગા મળીને એવું નક્કી કર્યું છે કે, ગુજરાતના હાર્દ સમાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ને ‘આફ્રિકા ડે’ તરીકે ઉજવવામાં આવશે. આ સમીટમાં રાજયના મોટા માથા અને બિઝનેશપર્સન આફ્રિકા સાથે ભાગ લેશે.

ગુજરાત સરકાર આ દિવસને આફ્રિકા ડે જાહેર કરવા માગે છે તેનું એક માત્ર કારણ એ છે કે તે ગુજરાત તેમજ ભારતના નાનામાં નાના વેપારી આફ્રિકામાં વસી રહ્યાં છે. મે ૨૦૧૭ના આફ્રિકામાં યોજાયેલી ૫૨મી એન્યુઅલ મિટિંગમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક ગાંધીનગરની મુલાકાતે આવી હતી અને તે સરકારની આફ્રિકા સાથેની પ્રથમ મિટિંગ હતી.

ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટ, ઓફિસર્સના જણાવ્યાનુસાર આવું પહેલીવાર બન્યું છે કે રાજય સરકાર અને કેન્દ્ર સરકારે સાથે મળીને એક જ નિર્ણય કર્યો હોય, ત્રણ દિવસીય સમીટના છેલ્લા દિવસ એટલે કે ૨૦ જાન્યુ. ૨૦૧૯ને ‘આફ્રિકા ડે’ જાહેર કરાયો છે. ગુજરાત સરકાર બે આફિસર્સને આ માટે તૈનાત કરશે જે આફ્રિકન કન્ટ્રી સાથે ચર્ચા કરશે.

આ દિવસ દરમિયાન આફ્રિકાના બિઝનેસને ગુજરાત તેમજ ભારતીય બિઝનેસ સાથે જોડવામાં આવશે. આ સમીટમાં આ ઈવેન્ટ દ્વારા બંને દેશના સબંધોની સમીક્ષા કરવામાં આવશે. ચાઈનાએ પણ આફ્રિકા સાથે વેપારી કરાર કર્યા છે. ત્યારે ભારત કે ગુજરાત પણ હવે વેપાર ક્ષેત્રે આફ્રિકા સાથે હાથ મિલાવા જઈ રહ્યું છે.

આપણી લોકલ ઈન્ડસ્ટ્રીઝ જેમાં મુખ્યત્વે એમએસએમઈનો સમાવેશ થાય છે. આફ્રિકા પાસે ટેકનીકલ આવડત છે અને તે આપણી સાથે હાથ મિલાવે તો તેની ટેકનીકલ આવડતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેના બદલામાં જે માલ આપણને ચાઈના અને અન્ય દેશોમાંથી ખૂબ જ ઉંચા ભાવે મળે છે તેની આપ-લે કરી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.