Abtak Media Google News

રાજયની ૮ મનપા અને ૧૬૨ ન.પા.ઓને સર્વાંગી વિકાસ કાર્યો તેમજ પુરતી સુવિધા અપાશે ધનસુખ ભંડેરી

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની યાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે ત્યારે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓમાં સેનીટેશન, સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃતિ, વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા, રોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ, સ્મશાનગૃહ, કબ્રસ્તાન, કોમ્યુનિટી એસેટની જાળવણી વગેરે જેવા કામો માટે રાજયની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓને ૧૪માં નાણાપંચની વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ.૫૬૯ કરોડની બેઝીક ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

તે અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, સૌના વિકાસની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓની સાથોસાથ સુવિધાઓના કાર્યો વેગવંતા બનાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ થાય અને નાગરીકોના આરોગ્ય, પરિવહન, જાહેર સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતર માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી રાજયની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓને ૧૪માં નાણાપંચની વર્ષ ૨૦૧૮-૧૯ની રૂ.૫૬૯,૦૨,૫૦૦,૦૦/- બેઝીક ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. આ ગ્રાન્ટનો ઉપયોગ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા સેનીટેશન/ સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃતિઓ જેમ કે સેપ્ટિક મેનેજમેન્ટ, સેવેઝ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા, રોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્મશાનગૃહ, કબ્રસ્તાન, કોમ્યુનીટી એસેટની જાળવણી જેવા પ્રાથમિક, માળખાકિય તેમજ આંતરમાળખાકીય કામો માટે કરી શકશે. અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના માધ્યમથી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસ માટે નાણાપંચ દ્વારા માતબર રકમમાં ગ્રાન્ટ ફાળવી રાજય સરકારે સ્વર્ણીમ સિઘ્ધીઓ હાંસલ કરવાનો પ્રયાસ કર્યા છે ત્યારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તેની જવાબદારી જનપ્રતિનિધિ તરીકે આપણી સૌની બને છે ત્યારે ગુજરાતની નગરપાલિકાઓને સમૃદ્ધ બનાવી ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવાની ભાજપા સરકારની નેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.