Abtak Media Google News

ભારતીય એમ્બેસી દ્વારા સાઉદીના ભારતીય નોકરિયાતોને પરત લાવવા માટે ખાસ આયોજન

હજારો ભારતીય નોકરિયાતોને તેમની બુદ્ધિપ્રતિભાના આધારે નોકરી માટે સાઉદી અરેબિયામાં જોડાયા હતા. જેઓ વિઝાની અવધિ કરતા પણ વધારે સમયથી ત્યાં વસતા હતા. જેમાંના તામિલનાડુના નાગરિકોની સંખ્યા મોટી હતી. તેઓ હવે ભારતમાં ૯૦ દિવસમાં પરત ફરશે.

ભારતીય એમ્બેસીના કાઉન્સેલર દ્વારા જણાવ્યા પ્રમાણે ૨૦,૩૨૧ ભારતીયો દ્વારા એમ્બેસીની એક સ્કીમ અંતર્ગત અરજી કરવામાં આવી હતી. ૧૫૦૦ જેટલા તામિલનાડુના બ્લુકોલર જોબ ધરાવતા નાગરિકોએ દેશમાં પરત ફરવાની તૈયારી દર્શાવી છે. અન્ય નોકરિયાતો બિહાર તથા ઉતરપ્રદેશના વધારે છે. એમ્બેસી દ્વારા રિયાધ ખાતેના ભારતીયો માટે સુંદર યોજના બનાવાઈ છે કે જેમાં ગેરભારતીયોનો પણ સમાવેશ થાય છે.  ભારતીય એમ્બેસી દ્વારા ભારતીયોને આ યોજનાનો મહતમ લાભ ઉઠાવવા જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ૨૦૧૩ની યોજના ‘રીયાધ’ અને ‘જેદાહ’ ખાતે પ્રતિબંધિત કરવામાં આવી હતી. જેનો લાભ સાઉદીના ૨૧ વિસ્તારોમાં રહેતા ભારતીયોને મળતો હતો.

મહદઅંશે અરજીઓનો લાભ બ્લુકોલર નોકરિયાતો લઈ રહ્યા છે કે જેમને ભારત પરત ફરવું છે. આ સંખ્યા ૨૦૧૩ના એમ્નેસ્ટી ગાળા કરતા વધારે પરિવારો લઈ રહ્યા છે કે જેમનો વિઝાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય અને ભારત પરત ફરવા માંગતા હોય એમ્બેસીમાં મદદનીશ સ્વયંસેવકો દ્વારા આ પ્રક્રિયા પર પ્રકાશ પાડતા જણાવવામાં આવ્યું છે કે ‘અમારા દ્વારા એમ્બેસીની અંદર ટેન્ટ નાખી સેવા પુરી પાડવામાં આવી રહી છે કે જેમને દેશમાં પરત ફરવું હોય. મહદઅંશે અરજદારો વતન પરત ફરવા રાહત અનુભવી રહ્યા છે અને વધુ લોકો આ યોજનામાં જોડાવવાની ઈચ્છા વ્યકત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.