Abtak Media Google News

ઈસરોના એડવાન્સ રીમોટ સેન્સીંગ સેટેલાઈટથી ભારતીય સૈન્યની સર્વેલન્સ ક્ષમતા અનેકગણી વધશે

૨૦૦૦ નોટીકલ માઈલ સુધી લશ્કરને સાબદુ રાખવા એડવાન્સ રીમોન્ટ સેન્સીંગ સેટેલાઈટ છોડવાની તૈયારી ઈસરો કરી રહ્યું છે. તાજેતરમાં હાઈ-પ્રોફાઈલ ચંદ્રયાન-૨ છોડવાની તૈયારીઓને આખરીઓપ ઈસરોએ આપ્યો હતો. આ પ્રોજેકટમાં ૮૦૦ કરોડના ખર્ચનો અંદાજ છે. ચંદ્રયાન-૨ પ્રોજેકટ બાદ વર્ષના અંતે ઈસરો ભારતીય વાયુદળ માટે જીસેટ-૭એ તથા રીસેટ-૨એ અવકાશમાં તરતો મુકશે. આ બંને સેટેલાઈટ અવકાશમાંથી ભારતીય સૈન્યને નજર રાખવા મદદરૂપ બનશે.

જીસેટ-૭એ ઈસરોના જીએસએલવી માર્ક-૨ રોકેટના માધ્યમથી છોડાશે. ભારતીય વાયુદળ માટે રડાર સ્ટેશન તેમજ હેરક્રાફટ વચ્ચેના સંકલન માટે આ સેટેલાઈટ મહત્વનો બની રહેશે. આ સેટેલાઈટના કારણે વાયુદળની ક્ષમતામાં અનેકગણો વધારો થશે. જીએસટ-૭ (‚ક્ષ્મણી) વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર માસમાં છોડાયો હતો. ઈસરોનો આગામી સેટેલાઈટ જીસેટ-૭એ પણ આ સેટેલાઈટ જેવો રહેશે. ભારતીય સૈન્ય સેટેલાઈટના માધ્યમથી ૨૦૦૦ નોટીકલ માઈન સર્વેલન્સ કરી શકશે. જીએસ-૨એ પણ આ જ પ્રકારનો સેટેલાઈટ રહેશે.

ઘણા સમયથી સમુદ્રમાં ચીનનો પગપેશારો વધી રહ્યો છે. ઉપરાંત સરહદી વિસ્તાર નજીક પાકિસ્તાન આતંકીઓને પોષી રહ્યું છે. આ તમામ ગતિવિધિઓ પર નજર રાખવા ઈસરોના માધ્યમથી અવકાશમાં તરતો મુકવામાં આવનાર સેટેલાઈટ સૈન્ય માટે ખુબ જ મહત્વનો બનશે. સૈન્યની ક્ષમતામાં વધારો થશે. સર્વેલન્સ કોઈપણ યુદ્ધ જીતવા મહત્વનું માનવામાં આવે છે માટે ઈસરોની મદદ ભારતીય સૈન્યને તાકાતવાર બનાવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.