Abtak Media Google News

નકસલગ્રસ્ત રાજયોમાં કોબ્રા ઓપરેશન શરૂ કરવા બ્લુ પ્રિન્ટ બનાવાઈ

છતીસગઢના સુકમામાં નકસલવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના ૨૬ જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર હરકતમાં આવ્યું છે. નકસલવાદને ડામવા માટે રણનીતિ ઘડવામાં આવી છે. તેમજ આ રણનીતિ બને તેટલી ઝડપથી લાગુ થાય તે માટેના તમામ પ્રયાસો શ‚ થયા છે. નકસલવાદગ્રસ્ત રાજયોના સી.એમ.ની ગૃહમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં નકસલીઓનો ખાતમો કરવા માટેની કામગીરી બાબતે મહત્વની ચર્ચા-વિચારણા થઈ હતી. ત્યારે આગામી દિવસોમાં છત્તિસગઢના સુકમાં જિલ્લામાં નકસલવાદીઓ અને તેના અડ્ડાઓનો સફાયો કરવા માટે ૨૦૦૦ કોબ્રા કમાન્ડો ઉતારવામાં આવશે.

તેમાં પણ અગાઉ નકસલવાદીઓ દ્વારા જે જગ્યાએ સીઆરપીએફના જવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે વિસ્તારમાં ખાસ કાર્યવાહી શ‚ થશે અને આ વિસ્તારમાંથી નકસલવાદીઓને ખદેડવા માટે ઓપરેશન શ‚ કરવામાં આવશે.

એક અધિકારીના કહેવા પ્રમાણે કોબ્રા કમાન્ડોની ૨૦ થી ૨૫ કંપનીઓ પશ્ર્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા અને મધ્યપ્રદેશ સહિતના નકસલવાદગ્રસ્ત રાજયોમાં ઉતારવામાં આવશે અને સમગ્ર ઓપરેશન શ‚ થશે. તમામ કોબ્રા કંપનીઓમાં ૧૦૦ જેટલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વધુમાં તેમ પણ કહેવાય રહ્યું છે કે આ કોબ્રા કમાન્ડોને હવાઈ માર્ગે નકસલગ્રસ્તવિસ્તારોમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ ઓપરેશન શ‚ થશે. આ માટે બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી દેવામાં આવી છે. કોબ્રા કમાન્ડોની ટીમ માઓવાદીઓ સામેની કાર્યવાહીમાં પણ સૌથી સફળ ગણાય છે. ત્યારે આ માટે ટીસીઓસી એટલે કે પ્રેકટીકલ કાઉન્ટર ઓફેન્સીવ કેમ્પેઈન કે જે નકસલવાદીઓએ અપનાવ્યો છે તેની સામે રણનીતિ પૂર્વક કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે ગૃહ મંત્રાલયની બેઠકમાં પણ મહત્વની ચર્ચા-વિચારણા થઈ હતી. કોઈપણ ભોગે નકસલવાદનો સફાયો કરવા માટે મહત્વની વાતચીત કરવામાં આવી હતી. વધુમાં આ ઓપરેશન માટે કોબ્રા કમાન્ડોને ભારતીય વાયુદળની પણ મદદ મળે તે માટેનો પણ પ્લાન ગોઠવવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.