સેન્સેકસમાં 200 અંકનો ઘટાડો

360

શેરબજારમાં શુક્રવારે ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેકસ 200થી વધુ અંક ઘટીને 36,751.89ના નીચેના સ્તરે પહોંચ્યો છે. નિફ્ટીમાં 55 અંકનો ઘટાડો નોંધાયો છે.

તે 11,055.65ના સ્તરે પહોંચ્યો છે. નબળા વિદેશી સંકેતોને કારણે બજારમાં વેચવાલી વધી છે. ટાટા મોટર્સના શેરમાં 17 ટકાના ઘટાડાને કારણે દબાણ વધ્યું છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સનફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને વેદાંતાના શેરમાં 1થી 2 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. બીજી તરફ પાવર ગ્રીડ, હીરો મોટોકોર્પ અને એચસીએલ ટેકના શેરમાં 1થી 1.5 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

Loading...