૨૦ લાખ કરોડનું પેકેજ મધ્યમવર્ગ-શ્રમિકો માટે આશીર્વાદ સમાન : આર.સી. ફળદુ

આર્થિક પેકેજને આવકારતા કૃષિમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશ માટે વિઝન વિઝન સાથે આ મહામારી સમયે વિશેષ પેકેજ જાહેર કર્યુ છે. કોરોના સામે આત્મનિર્ભય ભારત અભિયાનનું રૂ ા.૨૦ લાખ કરોડનું ઐતિહાસીક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ પેકેજ અનુસંઘાને જે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમનજીએ પ્રથમ દિવસે એમએસએમઇ, એનબીએફસી, ઇપીએફ, ડીસક્રોમ અને કોન્ટ્રાકટર માટે વિવિધ પેકેજની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ પેકેજને કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આવકાર્યુ છે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, ૪૫ લાખ એમએસએમઇ યુનિટોને ૩ લાખ કરોડની લોન માટે ૧૦૦ ટકા ક્રેડીટ ગેરંટી કેન્દ્ર સરકાર આપશે તેમજ એમએસએમઇ સેકટરની ડેફીનેશનમાં સુઘારો કરી વધુ સરળ બનાવી છે.જેથી આ પેકેજ ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, શ્રમિકો અને મધ્યમ વર્ગ માટે ખૂબ જ ફાયદા સાબિત થશે.

રૂ .૨૦ લાખ કરોડનું પેકેજ મધ્યમ વર્ગ અને શ્રમિકોને આર્શિવાદ રૂ પ થશે. તેમજ આજ રોજ તે પેકેજના ભાગરૂપે માન. કેન્દ્રિય નાણામંત્રીએ એમએસએમઇ સેકટર તથા અન્ય સેકટરો માટે વિવિધ પ્રોત્સાહક પકેજની જાહેરાત કરી છેજેને કારણે એમએસએમઇ સેકટરને ખુબ બળ મળશે અને દેશ આતમનિર્ભર થાય તે તરફ પ્રયત્ન થશે.

Loading...