૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ અર્થતંત્રને મજબુત અને ધબકતું કરશે: પટેલ-સાગઠીયા-રૈયાણી

સમગ્ર પેકેજને આવકારી પ્રધાનમંત્રી-નાણામંત્રીને અભિનંદન આપતા ધારાસભ્યો

દેશના ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં લઈને તેના ઉત્થાન માટે આ વૈશ્ર્વિક મહામારી  કોરીનાના સંક્રમણ કાળ દરમિયાન પ્રધાન મંત્રી મોદીએ આફતને અવસરમાં પલટાવવાની તેની કુનેહ મુજબ ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરેલ છે તેને રાજકોટના ધારાસભ્યો ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા અને અરવિંદભાઈ રૈયાણીએ આવકારી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમને આર્થિક પેકેજની જે જાહેરાત કરી છે તેમાં મોદીના વિઝનને મહત્વ આપીને લેન્ડ, લેબર અને લીક્વીડીટીને પ્રાધાન્ય આપીને સમગ્ર દેશને આત્મ નિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું લઇ રહ્યા છે. વિદેશ પર અવલંબિત નહિ પરંતુ સ્થાનિક બ્રાન્ડને વૈશ્વિક બ્રોડ બનાવવા દરેક ભારતીય અવાજ બને, કુટીર ઉદ્યોગ, ગૃહઉદ્યોગ, કૃષિઉદ્યોગ, એમ.એસ. મ,ઈ માટે પગલા ઉઠાવવાની જાહેરાત કરતા નવું ભારત, આત્મ નિર્ભર ભારતની દિશામાં આગળ વધવાની હાકલ કરેલ છે. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો અસરકારક અમલ થાય તે દિશામાં કામ કરવાની જાહેરાત સાથો સાથ લધુ, સુક્ષ્મ, ગૃહ, કુટીર ઉદ્યોગોને કોઈ પણ ગેરંટી વગર લોન આપીને તેને આત્મ નિર્ભર બનાવવાની દીશા તરફ દેશને દોરી રહ્યો છે. આનાથી લાખો ઓદ્યોગિક એકમને તેનો ફાયદો મળવાનો છે. સમગ્ર યોજનાઓ પાછળ જે ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરેલ છે તે દેશના અર્થતંત્રને મજબુત અને ધબકતું કરવામાં લેબ્રીકેંટીગની ભૂમિકા ભજવશે. ૨૦૦ કરોડ સુધીના ટેન્ડરો જે ગ્લોબર ટેન્ડર તરીકે જાહેર થતા હતા જેથી તેનો લાભ વિદેશી કોન્ટ્રાકટરોને મળતો હતો તે હવેથી લોકલ કોન્ટ્રાક્ટરોને લાભ મળશે, સમગ્ર પેકેજને આવકારતા પ્રધાન મંત્રી તથા નાણામંત્રીને અભિનંદન આપીએ છીએ તેમ નિવેદનના અંતે ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા જણાવે છે.

Loading...