Abtak Media Google News

પ્રમુખ વલ્લભભાઈ સખીયાનાં અધ્યક્ષ સ્થાને સંઘની ૫૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ: હોદેદારોની બહોળી ઉપસ્થિતિ

ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ૫૦મી વાર્ષિક સાધારણસભા યોજાઈ હતી જેમાં તાલુકાભરના સહકારી આગેવાનો હાજર રહેલ હતા.

તાલુકા ખરીદ વેચાણ સંઘની ૫૦મી વાર્ષિક સાધારણ સભા-સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. તેમાં સંઘના ડિરેકટર દલપતભાઈ માકડિયાએ સંઘના વાર્ષિક નફો-નુકસાનનો અહેવાલ સભાસદો સમક્ષ રજુ કર્યો હતો. તેમાં ૨૦ ટકા ડિવિડન્ડ સભાસદોને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાધારણ સભામાં સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા, ઉપપ્રમુખ બાવનજીભાઈ ગંભીર, ડિરેકટરો છગનભાઈ સોજીત્રા, દલપતભાઈ માકડિયા, જયદેવસિંહ જાડેજા, જમનભાઈ જાવીયા, મનસુખભાઈ સોજીત્રા, તારમામદ સમા, વૃજલાલ ‚પાપરા, શરતસિંહ ચુડાસમા, જીતેન્દ્રભાઈ માકડિયા, દેવશીભાઈ, અજીતસિંહ વાઘેલા, અબ્બાભાઈની હાજરી સંઘની વાર્ષિક સાધારણમાં વિવિધ એજન્ડાઓની છણાવટ કરવામાં આવી હતી અને વાર્ષિક અહેવાલને બહાલી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આર.ડી.સી.બેંકના ડિરેકટર હરિભાઈ ઠુંમર, યાર્ડના ચેરમેન માધવજીભાઈ પટેલ, વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, શહેર ભાજપ મહામંત્રી નિકુલભાઈ ચંદ્રવાડિયા, સહકારી પીઢ આગેવાનો હદાબાપા ચંદ્રવાડિયા, નારણભાઈ ચંદ્રવાડિયા, યાર્ડના ડિરેકટર રમણીકભાઈ સુતરિયા, ભીખાભાઈ ગજેરા, મંડળીના પ્રમુખ અનિલભાઈ સુતરીયા, દુધ મંડળીના પ્રમુખ કમલેશભાઈ ચંદ્રવાડિયા, દિપકભાઈ સુવા, સતિષભાઈ સોજીત્રા, મિતેશભાઈ અમૃતિયા, હરસુખભાઈ સોજીત્રા, બાબુભાઈ રાઠોડ, નારણભાઈ ગઢાળા, વસંતભાઈ ગજેરા, કિશનભાઈ વસોયા, અગ્રણી એડવોકેટ લલીતભાઈ પાદરીયા સહિતના સહકારી આગેવાનો હાજર રહ્લ હતા. આ સાધારણ સભાને સફળ બનાવવા સંઘના મેનેજર ધીરજલાલ આરદેસણાની આગેવાની નીચે ઢોલરીયાભાઈ, રણમલભાઈ ગંભીર, કિર્તીભાઈ, હરસુખભાઈ સોજીત્રા, દિપક ઠેસિયા, વિઠ્ઠલભાઈ રાણપરીયા સહિતના સંઘના કર્મચારીઓ જહેમત ઉઠાવેલ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.