૨૯ વર્ષ પૂર્વે પૂ. નમ્રમુનિજી મ.સા.ના ધર્મોલ્લાસ સાથે ઉજવાયેલા સંયમ મહોત્સવના સંસ્મરણો આજે પણ લોકોનાં હૃદયમાં

42

એકદમ સાદગીપૂર્વક ન માઇક, ન બગી કે ન બેન્ડવાજા છતાં જાજરમાન મહાઅભિનિષ્ક્રમણ યાત્રામાં સૌ જૈનોએ પગપાળા ચાલીને મુમુક્ષુ મહાવીર ભાઇનો જય જયકાર કરતાં માહોલ દર્શનીય અને ગરિમાપૂર્ણ બન્યો હતો

રાષ્ટ્રસંત પૂ. ગૂરૂદેવ નમ્રમૂનિ મ.સા.એ પોતાની સંયમયાત્રામાં અનેક ધર્મ કાર્યો અને સેવા કાર્યોની અહાલેક જગાવી

ર૯ વર્ષ પૂર્વે આજના શુભ દિવસે રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના ધર્મોલ્લાસ સાથે ઉજવાયેલા સંયમ મહોત્સવના સંસ્મરણો આજે પણ લોકોનાં હ્રદયમાં અંકિત  થયેલા છે. તે સમયે એકદમ સાદગીપૂર્ણ વાતાવરણમાં માઇક, બગી અને બેન્ડવાજા વગર પૂ. ગુરુદેવની મહા અભિનિષ્ક્રમણ યાત્રા નીકળી હતી જેમાં સૌ જૈનોએ પગપાળા જોડાઇને મુમુક્ષુ મહાવીરભાઇનો જય જયકાર કરીને માહોલને દિવ્ય બનાવી દીધો હતો.

પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની આજે ર૯મી દિક્ષા જયંતિ છે. તા. ૧૦-ર-૧૯૯૧ ના રોજ ધર્મનગરી રાજકોટમાં સ્થાનકવાસી જૈન મોટા સંઘના ઉપક્રમે પૂ. ગુરુદેવનો સંયમ મહોત્સવ ઉજવાયો હતો. તેઓની સંયમ શોભાયાત્રા પાવન એવમ પુણ્ય ભૂમિ વિરાણી પૌષધ શાળાથી શરુ થઇને જૈન બોડીંગના પ્રવજયાં પટાંગણમાં ધર્મસભામાં પરિવર્તીત થઇ હતી.ે તેઓની સંયમ શોભાયાત્રામાં અત્યંત સાદગી જોવા મળી હતી. માઇક, મુવી, બગી અને બેન્ડવાજા વગર મહા અભિનિષ્ક્રમણ યાત્રા નીકળી હતી. જેમાં સૌએ પગપાળા ચાલીને પૂ. નમ્રમુનિ મ.સા.ના સંસારી નામ મહાવીરભાઇનો જય જયકાર બોલાવ્યો હતો. જૈન બોડીંગમાં પૂ. ગુરુદેવ રાજેશમૂનિ મ.સા.એ તેઓને કરેમિ ભંતેનો પાઠ ભણાવી મહાવીરમાંથી નુતન દિક્ષિત પૂ. નમ્રમુનિજી નામની ઉદઘોષણ કરતા ધર્મોલ્લાસ છવાઇ ગયો હતો.

આ આખો પ્રસંગ હજુ પણ લોકોના હ્રદયમાં તરોતાજો છે જેને આજે સૌ કોઇ જૈનો વાગોળીને ધન્યતા અનુભવી રહ્યા છે.

પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. નો સંગમ માર્ગ આગામી વર્ષે ત્રણ દાયકાનો થવા જઇ રહ્યો છે. તેઓએ પોતાની સંયમ યાત્રા દરમિયાન અનેક આત્માઓને સંયમના દાન આપી મહાવીરનાં માર્ગે લઇ આવી શાસનની અપૂર્વ ભાવના પ્રગટ કરી છે.

તેઓએ લાખો અને કરોડો લોકોને પરોપકાર,  માનવતા અને જીવદયાના અનેક સત્કાર્યોની પ્રેરણા આપી છે. અનેક યુવા વર્ગને સેવાના ક્ષેત્રમાં જોડી તેઓ આહલેક જગાડી રહ્યા છે. લુક એનડ લર્નના માઘ્યમથી તેઓ ભાવિ પેઢી તૈયાર કરી રહ્યા છે. તેઓએ બાળકોમાં જૈનત્વના સંસ્કાર અને મોરલ વેલ્યુઝનું સિંચન કરવા ર૦૦૭ માં લુક એન લર્ન જૈન જ્ઞાનધામનું તેમજ યુવા પેઢીની લાઇફમાં યુ ટર્ન લાવવા ર૦૦પમાં અહમ યુવા સેવા ગ્રુપનું સર્જન કર્યું હતુ આ સાથે તેઓએ આગમ ઈગ્લીશ ટ્રાન્સલેશન માટે જૈન આગમ મિશન અને વિધવા અને અપંગો સ્વમાનભેર જીવી શકે તે માટે તેમને સ્વાવલંબી બનાવવા અહમ હેલ્પની શરૂઆત કરી છે. કોઈપણ વ્યકિત ધ્યાન સાધના, પરમાત્માની ભકિત અને સેવાના સત્કાર્યો કરી શકે તે માટે પૂ. ગૂરૂદેવની પ્રેરણાથી સેવા, સાધના અને સમર્પણતાના સંકુલ એવા પારસધામ મુંબઈના ઘાટકોપરમાં, રાજકોટમાં, જામનગરમાં અને કોલકતામાં નિર્માણ પામ્યા છે. સાથે પાવનધામ મુંબઈના કાંદીવલીમાં, વડોદરામાં કોલકતાનાં હાવડામાં નિર્માણ પામ્યા છે.

પૂ. ગૂરૂદેવનું મિશન વિઝન ૨૦૨૦ છે જેમાં જૈન સમાજને અને રાષ્ટ્ર ઉન્નત કરનારા ૨૦ પ્રોજેકટસ છે.જેમાં જૈન બેંક, સંત વિહાર વ્યવસ્થા, જૈન યુનિવર્સિટી, સાધકો અને સાધુ સાધ્વીજીનાં ઉચ્ચ અભ્યાસ અર્થે વિધાપીઠનો સમાવેશ થાય છે. આમ આજે પૂ. ગૂરૂદેવે પોતાની ૨૯ વર્ષની સંયમયાત્રામાં અનેકવિધ સેવાકાર્યો કર્યા છે. અને આ સેવા કાર્યો કરવાની પ્રેરણા પણ આપી છે.

Loading...