Abtak Media Google News

છેલ્લા ૯ માસથી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા

હડતાલને બુલંદ બનાવવા કાલે સાંજે યુનિયનોની મીટીંગ: સોમવારે તમામ હોદેદારો જયુબીલીબાગ એકસચેંજ ખાતે એકત્રિત થઈ દેખાવો, સુત્રોચ્ચાર કરશે

બીએસએનએલના તમામ યુનિયનો-એસોસીએશનો દ્વારા છેલ્લા ૯ માસથી કર્મચારીઓ અધિકારીઓની વ્યાજબ માંગણી અનુસંધાને અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ જીલ્લા કલેકટરને આવેદન પત્રો આપવામાં આવેલા છે. ડેમોન્સ્ટ્રેશન હડતાલ રેલી યોજવામાં આવેલ છે. જે અનુસંધાને કોમ્યુનીકેશન મીનીટરટ્રાય પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે તેવી યુનિયનોને ખાત્રી આપી હતી ૯ માસ બાદ તેમાં કવેરી કાઢી નાણાંકીય બાબત એફોરટીબીલીટી જેવા કારણોસર માંગણીઓ, નકારવામાં આવેલ છે. જે અનુસંધાને તાજેતરમાં ન્યુ દિલ્હી ખાતે જબરજસ્ત રેલીનું પણ આયોજન કરાયું હતુ અમદાવાદમાં યુનિયન એસોસીએશન જનરલ સેક્રેટરીઓ રૂબરૂ આવી કર્મચારીઓના મુદાપર પગાર પંચની માંગણીઓ ૪ થી સ્પેકટમ પેન્શન રીવીઝન વિશે વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી જે અનુસંધાને તમામ યુનિયનો એસોસીએશન તા.૩.૧૨થી અનિશ્ચીત મુદતની હડતાલમાં સામેલ થશષ. તા.૨.૧૨ રવિવારે રાત્રે ૧૨ વાગ્યાથી હડતાલ શરૂ થઈ જશે તમામ ઓફીસોએ કર્મચારીઓ જવાના નથી ડયુટી એટેન્ડ નહી કરે ઉચ્ચ અધિકારીઓ પણ હડતાલમાં સામેલ થવાના હોવાથી બીએસએનએલનો વહીવટ ઠપ્પ થઈ જવાની સંભાવના છે.જયા કોમ્યુનીકેશન સેવા પર અસર પડશે ૯ માસ રાહ જોયાબાદ ના છૂટકે હડતાલનો આસરો લેવો પડેલ છે.

કાલે સાંજે ૫.૩૦ કલાકે તમામ યુનિયનોની મીટીંગ જયુબીલીબાગ ખાતે યુનિયન ઓફીસમાં યોજાશે જેમાં હડતાલને સફળ બનાવવા આખરી ઓપ આપવામાં આવશે.

હડતાલને સફળ બનાવવા માટે ડોર ટુ ડોર બિલ્ડીંગ વાઈઝ કોન્ટેકટ કરવામાં આવી રહ્યો છે. હડતાલ રવિવારે રાત્રે ૧૨ વાગ્યાથી શ‚ થશે.

સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે તથા સાંજે ૫ કલાકે તમામ યુનિયનો એસોસીએશનના હોદેદારો તથા તમામ સભ્યો જયુબીલીબાગ ટેલીફોન એકસચેંજ અ ખાતે એકત્રીત થઈ દેખાવો સુત્રોચ્ચારો કરશે તથા હડતાલ સંબંધી તમામ અગત્યની માહિતી આપશે તથા લેઈટેસ્ટ પરિસ્થિતિ અંગે માહિતગાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.