Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારી મુશળાધાર વરસાદ: રાજ્યના ૪૪ તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૧૨૬ ટકાી પણ વધુ વરસાદ વરસી ગયો છે. ભાદરવાના અંતિમ દિવસો ચાલી રહ્યાં છે છતાં હજુ મેઘરાજા જાણે વિરામ લેવાના મુડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. સવારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. વિસાવદર અને ગોંડલમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો કોડીનાર, ચુડા, સાયલા અને ઉનામાં ૧ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજકોટમાં પણ અડધો ઈંચ વરસાદ પડયો હતો.

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસી મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગઈકાલે બપોરબાદ ઓચીંતુ મેઘરાજાનું સૌરાષ્ટ્રમાં આગમન યું હતું. જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને રાજકોટના ગોંડલમાં અનરાધાર ૨ ઈંચી વધુ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, સાયલા, ગીર સોમના જિલ્લાના કોડીનાર, ઉનામાં ૨ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જ્યારે વઢવાણ, રાજકોટ, વાંકાનેર, રાજુલા, પાલીતાણામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

જસદણ, કોટડા સાંગાણી, વિંછીયા, ધ્રોલ, લાલપુર, કલ્યાણપુર, તાલાલા, અમરેલી, ખાંભા, શિહોર, તળાજા, વલ્લભીપુર, ગઢડા અને રાણપુરમાં હળવાી મધ્યમ ઝાપટા પડયા હતા. સુરતના માંગરોળમાં ગઈકાલે રાજ્યમાં સૌી વધુ અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. હાલ એક પણ સીસ્ટમ સક્રિય ની. લોકલ ફોર્મશનના કારર્ણે રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સહિતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત ઈ રહ્યાં છે.

આજ સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૧૨૬.૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આગામી ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે સૌરાષ્ટ્રમાં માત્ર ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.