Abtak Media Google News

દીકરીઓને ૨૯૫ વસ્તુઓનો કરિયાવર ભેટમાં અપાયો

રાજકોટના પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ૨૦માં વર્ષે ૧૧ દિકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ જોમાં મા-બાપ વિહોણી દિકરીઓ ઉપરાંત ગરીબ વર્ગની દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ ઉપરાંત દિકરીઓને કરિયાવરમાં ૨૯૫ જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી.

પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ એસ. ભટ્ટએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યં કે, પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ૨૦માં વર્ષે ૧૧ ક્ધયાઓના સર્વજ્ઞાતીય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માબાપ વગરની દિકરીઓના ક્ધયાદાન કરાયા હતા દિકરીઓને કરિયાવરમાં ૨૯૫ વસ્તુઓ આપવામાં આવી હતી.

રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે પ્રગટ ચેરી. ટ્રસ્ટ રાજકોટ દ્વારા ૧૧ દિકરીઓનાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ ટ્રસ્ટ શિયાળામાં ધાબળા વિતરણ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત હજુ પણ આગળ સેવાકીય પ્રવૃત્તિઓમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.