Abtak Media Google News

એઈડ્સ પ્રિવેન્સ કલબ દ્વારા યોજાશે જનજાગૃતિ કાર્યક્રમો: કેન્ડલ લાઈટ રિબન, છાત્રોની રેડ રિબન, જનજાગૃતિ રેલી, પ્રદર્શન, પોસ્ટર સ્પર્ધા સહિતના આયોજનો

વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે એઈડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા તા.૨૯/૧૧ થી ૩૧/૩/૨૦૧૯ સુધી વિવિધ જનજાગૃતિ યોજવામાં આવેલ છે. જેમાં એક હજારથી વધુ શાળાનાં અઢી લાખથી વધુ છાત્રો જોડાશે. ૧૦૦૦ લાલ ફુગ્ગાની રેડ રિબન આકાશમાં તરતી મુકાશે.

વિવિધ કાર્યક્રમો અંગે વિગતો જણાવતા સંસ્થાના ચેરમેન અરૂન દવેએ જણાવેલ છે કે આ વખતે પ્રથમવાર સતત ત્રણ મહિના પ્રદર્શન બસ સ્ટેન્ડ પાછળ ડો.ઠકકર હોસ્પિટલ ખાતે યોજાશેને તેજ સ્થળે એચઆઈવી, એઈડ્સ સંદર્ભે નિદાન, સારવાર, ટેસ્ટીંગ કેમ્પ પણ સોમ, બુધ, શુક્ર સવારે ૧૦ થી ૧ યોજાશે. આ વર્ષનું વૈશ્વીક લડતસુત્ર નો યોર સ્ટેટસ છે.

તા.૨૯/૧૧ને ગુરુવારે સવારે ૯:૦૦ કલાકે પંચશીલ સ્કુલ ખાત કેન્ડલાઈટ રેડ રિબન યોજાશે. જેમાં ૭૦૦ છાત્રો જોડાશે. તા.૩૦/૧૧ને શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે વિરાણી સ્કુલ ખાતે ૧૫૦૦ છાત્રો રેડ રિબન બનાવશે. તા.૧/૧૨ શનિવારે સવારે ૮:૩૦ કલાકે કણસાગરા કોલેજ ખાતેથી એઈડ્સ જનજાગૃતિ રેલી જેમાં કણસાગરા કોલેજનાં રાષ્ટ્રીય સેવા યુનિટનાં છાત્રો તથા કે.જે.કોટેચા સ્કુલની છાત્રા સહિત ૨૦૦૦ લોકો જોડાશે.

તા.૧/૧૨ને શનિવારે બપોરે ૧:૦૦ વાગ્યે કે.જે.કોટેચા સ્કુલ ખાત રેડ રિબન તથા એઈડ્સ વિષયક સેમીનાર જેમાં ૫૦૦ છાત્રા ધો.૯ થી ૧૨ની જોડાશે. તા.૧/૧૨ને શનિવારે સાંજે ૫:૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાનાં પટાંગણમાં એક હજાર લાલ ફુગ્ગાની રેડ રિબન હવામાં તરતી મુકાશે. તા.૧/૧૨ને શનિવારે સાંજે ૭:૦૦ વાગ્યે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ત્રિકોણબાગ ખાતે પી.ટી.સી. છાત્રા કેન્ડલ લાઈટ રિબન બનાવાશે. તા.૩/૧૨ને સોમવારે સવારે ૮:૩૦ વાગ્યે કેકેવી ચોક, જી.ટી.શેઠ સ્કુલ ખાતે રેડ રિબન તથા સેમીનાર યોજાશે.

સમગ્ર આયોજનમાં ચેરમેન અ‚ણ દવે તથા સેક્રેટરી વિશાલ કમાણીની રાહબરીમાં આયોજન કમિટી કાર્યરત છે. વિશેષ માહિતી માટે મો.૯૮૨૫૦ ૭૮૦૦૦ એઈડસ મોબાઈલ હેલ્પલાઈનનો સંપર્ક સાધવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.