Abtak Media Google News

સ્થાપના દિવસ નિમિત્તે બહેનો માટે નવરંગ નેચર કલબનું અનોખું આયોજન

નવરંગ નેચર કલબના સ્થાપના દિવસ નીમીતે આગામી તા.૧પમીએ રવિવારે મનહર પ્લોટ-૧૪, વિઘાનગર મેઇન રોડ, સત્યમ સારવાર કેન્દ્ર ખાતે સવારે ૧૦ કલાકથી ઇકોફ્રેન્ડલી સેનેટરી પેડનો સમેનાર યોજાશે.

આ તકે ‘અબતક’નુ મુલાકાતે આવેલા આગેવાનોએ અક્ષયકુમારની  પેડમેન મુવી જોયા બાદ એટલો તો ખ્યાલ આવ્યો કે સ્વાસ્થ્ય અંગે કેટલી જાગૃતિ હોવી જોઇએ. અત્યારનાં સમયમાં આવા પેડની જાદુઇ શોધ એરીઝ નામની કંપની કરી છે. જેમાં પ્રતિનિધિ સોનલબેન પટેલ સુરતથી નવરંગ નેચર કબલની મુલાકાતે આવેલ છે. એ પોતે સામાજીક કાર્યકર છે. અને બહેનોના આરોગ્ય બાબતે ખૂબ ચિંતિત અને જાગૃત છે. આ મેસેજ બહેનો સુધી પહોચે એ માટે કામ કરે છે. પીરીયડ દરમ્યાન હજુ પણ ગ્રામ્ય વિસ્તાર અને અમુક શહેરોમાં પણ પેડ તરીકે કાપડનો ઉપયોગ થાય છે. જે સ્વાસ્થ્યમાં હાનિકાર અને ઘાતક સાબીત થઇ શકે છે.

મોટાભાગના ઇન્ફેકશન લાગવાનાં કારણોને લીધે પીરીયડમાં કાપડ વાપરવું જોઇએ નહીં. પીરીયડ દરમ્યાન પેડનો વપરાશ કરવો જોઇએ એટલું જ નહીં કેવું પેડ વાપરવુ આપણે વિચારવું જોઇએ એની માહીતી વિશે આપણે કયારેય વિચારતા જ નથી. બહેનોના પીરીયડથી મેનોપોઝ સુધી ૧૬ થી૧૭ હજાર નેપકીનનો વપરાશ થાય એ પણ પ્લાસ્ટીકનાં નેપકીનનો વપરાશ પર્યાવરણને કેટલું નુકશાન કરશેે. જમીનમાં કેટલું જાશે બાળવાથી નુકશાન કેટલું થાશે. એ વિચારતા નથી. તો આ બધીસમસ્યાનો ખ્યાલ આપણને સોનલબેન આપી રહ્યા છે.

આ પેડનો ઉપયોગ કરવાથી પેટનો, કમરનો, માથાના દુ:ખાવામાં રાહત આપે છે. અને શરીરમાં સ્ફુતિ રહે છે. સામાન્ય પેડ માત્ર ૧ પીસ જ ઉપયોગ કરવો પડે છે. આપ એકવાર ઉપયોગ કરી પરિણામ જોઇ શકો છો.

બનાવટમાં ટોટલી કોટનનો ઉપયોગ થયો છે તે ટોટલ આઠ લેયરનું બનેલું છે. આ પેડ ઇકોફેન્ડલી છે જે પર્યાવરણ રક્ષક છે. આ બાયોડીગ્રડેબલ જે સેનેટરી પેડ માત્ર ૧પ થી ર૦ દિવસમાં ખાતર થઇ જાય છે.

વધુ માહીતી માટે સંપર્ક નયનાબેન સિંધવ ૮૮૪૯૮ ૫૪૩૯૨ નો સંપર્ક કરવા જણાવાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.