Abtak Media Google News

1993 મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ અહમદ લંબુની ગુજરાત એટીએસએ વલસાડના મધદરીયેથી મોડી રાત્રે ધરપકડ કરી લીધી છે. અહમદ લંબુને પકડવા માટે સીબીઆઈએ લુક આઉટ અને ઈન્ટરપોલ નોટિસ જાહેર કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે, અહમદ લંબુની માહિતી આપનારને રૂ.પાંચ લાખનું ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. અહમદ લંબુ દાઉદની નજીક માનવામાં આવે છે. લંબુ અર્જુન ગેંગનો સભ્ય હતો. તેમાં મસાફિર ખાના, ફિરોઝ અબ્દુલ અને રાશિદ ખાન પણ સામેલ છે.

 

મધદરીયે આપરેશન હાથ ધરી લંબુની ધરપકડ કરી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત એટીએસ છેલ્લા ત્રણ દિવસથી વાપીના એક ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. ગુરુવારે રાતે પણ આ ઓપરેશન અંતર્ગત તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન જ એટીએસને 1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અહમદ લંબુની વલસાડના મધદરીયામાંથી ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.