Abtak Media Google News

ઓરેન્જ ગ્લોબલ ઓલમ્પિયાડમાં ૧૯ માંથી બે વિદ્યાર્થીઓ ત્રિવેદી શ્રુંણ અને માકડિયા રિષિત ટોપ ૧૦માં ઉતિર્ણ, જેઓનું ૧૧મી એપ્રિલે દિલ્હી ખાતે એર્વોડથી સન્માન કરાશે

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીયુશન્સ હંમેશા તેમના વિદ્યાર્થીઓને રેગ્યુલર અભ્યાસ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે-તે વિષયના નિષ્ણાત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરાવવામાં આવે છે. જેથી તેમને નાની ઉમરથીજ સ્પર્ધાત્મક કસોટીઓમાં સારો દેખાવ કરવાની તાલીમ મળી રહે. તાજેતરમાં દર વર્ષે નેશનલ લેવલ પર યોજાતી ઓરેન્જ ગ્લોબલ ઓલમ્પીયાડ કમ્પેટિટિવ પરીક્ષામાં એસ્ટ્રોનોમી વિષયની પરિક્ષામાં જીનિયસ ઇંગ્લીશ મિડીયમ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૯ વિદ્યાર્થીઓએ આખા દેશમાંથી ભાગ લેતા હજારો વિદ્યાર્થીઓમાં પ્રસંશનિય દેખાવ કરી ટોપ ૧૦૦માં સ્થાન મેળવી દેશમાં રાજકોટ શહેરનુ અને તેમની સંસ્થા જીનિયસ ગ્રુપનું નામ રોશન કર્યુ છે.

ઓરેન્જ ગ્લોબલ ઓલમ્પીયાડ કમ્પેટિટિવ પરિક્ષા માટે દેશભરમાંથી વિવિધ શાળાઓ માંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. જેમાં આ વર્ષે જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ ૫થી ૧૦માં અભ્યાસ કરતા ૬૭ વિદ્યાર્થીઓએ શાળા સ્તરની પરીક્ષામાં ભાગ લીધો હતો. શાળા દ્વારા ધોરણ ૩થી ૪ વિદ્યાથીઓને વિવિધ સ્પર્ધાત્મ કસોટીઓ માટે તાલીમ  આપવામાં આવે છે. આ પરિક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા જે-તે વિષયના નિષ્ણાત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રેગ્યુલર અભ્યાસ ઉપરાંત આવી કસોટીઓ માટે ખાસ અલગથી તૈયારીઓ કરાવવામાં આવે છે. પરિક્ષા માટે વિવિધ વિષયોની પસંદગીમાં આ વખતે વિદ્યાર્થીઓએ એસ્ટ્રોનોમી વિષય પસંદ કર્યો હતો. આ પરિક્ષા માટે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમના નિષ્ણાત શિક્ષકો દ્વારા ગત ઓગસ્ટ માસથી જ તૈયારીઓ શરૂ કરાવી દેવામાં આવી હતી. તેમના નિષ્ણાત શિક્ષકો પૂર્વિ ગોહિલ, ભૂમિ ત્રિવેદી અને જૈનુલ માકડાએ સેવાઓ આપી હતી.

ઓરેન્જ ગ્લોબલ ઓલમ્પીયાડની શાળા સ્તરની કમ્પેટિટિવ પરિક્ષામાં જીનિયસ ગ્રુપના કુલ ૬૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાષ્ટ્રીય સ્તરની પરિક્ષા માટે કુલ ૨૨ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા હતા. તેમાંથી જય-જીનિયસ સ્કૂલના ૧૯ વિદ્યાર્થીઓ જેમા, ભાલોડીયા નીવ, દેશલિયા કિષ્ના, ધનંજય જેઠવા, ગઢીયા અજૂન, ગજેરા સ્મિત, રૂદ્ર જોષી, ખુંટ હીત, માકડિયા રિષિત, મેવા દ્વિજ, પારેખ દેવાંશ, પટેલ જેનિલ, પુજારા સ્મિત, રાબડિયા પુષ્કર, સથેશરાજ રાજાકન્નુ, સોઢા મન, સોલંકી નૈતિક, તાલપરા પ્રાચી ત્રિવેદિ શ્રુંગ અને વોઢેર ધર્મ્યએ દેશના ટોપ ૧૦૦ વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જયારે ટોપ ૧૦માં જીનિયસ સ્કૂલના વિદ્યાર્થી માકડિયા રિષિત અને ત્રિવેદી શ્રુંગએ આઠમો ક્રમ હાંસલ કરી દેશમાં રાજકોટ અને તેમની સંસ્થા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીયુશન્સનુ નામ રોશન કરી ગર્વ અપાવ્યું છે.

દેશના ટોપ ૧૦માં સ્થાન પ્રાપ્ત કરનાર માકડિયા રિષિત અને ત્રિવેદી શ્રુંગએ આઠમો ક્રમ હાંસલ કરી દેશમાં રાજકોટ અને તેમની સંસ્થા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સનું નામ રોશન કરી ગર્વ અપાવ્યું છે.

દેશના ટોપ ૧૦માં સ્થાન પ્રાપ્ત કરનાર માકડિયા રિષિત અને ત્રિવેદી શ્રુંગને આઠમું સ્થાન પ્રાપ્ત કરવા બદલ આગામી તા.૧૧ એપ્રિલના રોજ દિલ્હીના ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાનાર સન્માન સમારંભમાં આમત્રીત કરવામાં આવ્યા છે. જયાં તેમને એવોર્ડ એનાયત કરાશે જે શાળા અને તેમના વાલીઓ માટે ગૌરવની બાબત છે. આ પરિક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, તેમજ ઉર્તિણ થનાર વિદ્યાર્થીઓ અને તેમને તૈયારી કરાવનાર શિક્ષકોની ટીમને સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા, એકેડમીક હેડ વિપુલ ધન્વા, શ્રિકાંત તન્ના અને કાજલબેન શુકલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.