Abtak Media Google News

ગીર-સોમનાથના તાલાલામાં ૧૮, મોરબીમાં ૨, ઉનામાં ૧ અને કચ્છના રાપર-ફતેહગઢમાં એક-એક આંચકો અનુભવાયો

તાલાલામાં ૧૮માંથી ૧૬ આંચકાનું એપી સેન્ટર એક જ સ્થળે નોંધાયું

સૌરાષ્ટ્ર-કચ્છમાં સોમવાર ભયાનક દિવસ બન્યો હતો માત્ર ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં ૨૩ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો છે. રાજકોટ નજીક ભૂકંપની નવી ફોલ્ટલાઇન સક્રિય થયા બાદ આંચકાનું પ્રમાણ સતત વધી ગયું છે. ત્યારે ગીર-સોમનાથના તાલાલામાં ૧૮, મોરબીમાં ૨, ઉનામાં ૧ અને કચ્છના રાપર-ફતેહગઢમાં એક-એક આંચકો અનુભવાયો હતો જેથી લોકો રીતસર ડરી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, તાલાલામાં સોમવારથી લઇ આજ વહેલી સવાર સુધી ભૂકંપના કુલ ૧૮ આંચકા આવ્યા જેમાં ૧૬ આંચકાનું કેન્દ્રબિંદુ તો એક જ સ્થળે નોંધાયું હતુ. તાલાલામાં આવેલ કુલ ૧૮ આંચકા કે તાલાલાથી ૧૦ થી ૨૦ કિમીના અંતરે નોંધાયા હતા.

આમ, ગીર સોમનાથ વિસ્તારમાં આખો દિવસ ભૂકંપના આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો અને જેમાં ગઈકાલે તાલાલામાં મોડી રાતે ૧૧:૫૦ વાગ્યે ૩.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા રિકટર સ્કેલ પર સૌથી વધુ નોંધાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, તાલાલા સહિત ઉના, મોરબી અને કચ્છના રાપર-ફતેહગઢમાં પણ ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

Screenshot 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.