Abtak Media Google News

૨૦૬ કિલો બટાકાના માવાનો પણ નાશ રૂ.૪૩,૦૫૦નો દંડ વસુલાયો

અમદાવાદ-વડોદરા બાદ સુરતમાં પણી પુરી સામે શરૃ થયેલી ઝુંબેશ સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે. ત્રીજા દિવસે મ્યુનિ.ના પાંચ ઝોનમાંથી અખાદ્ય ૧૭૧૦૦ પાણી પુરી તથા ૧૧૮૦ લીટર પાણીનો નાશ કરવા સાથે આવી પાણી પુરીનું વેચાણ કરનારા પાસે રૂ.૪૩,૦૫૦નો દંડ પણ વસુલ કરવામા આવ્યો છે.

સુરત મ્યુનિ.એ પાણી પુરીવાળા સામે ઝુંબેશ શરૂ કર્યા બાદ જે દ્રશ્યો સામે આવી રહ્યાં છે તે જોતાં સુરતના અનેક વિસ્તારમાં પાણી પુરી ખાવી લોકોના આરોગ્ય માટે જોખમકારક બની ગઈ છે. અનેક જગ્યાએ પાણી પુરીમાં વપરાતા બટાકા તદ્દન હલકીકક્ષાના અને બગડેલા હોય છે.

ઉપરાંત પાણીની ગુણવત્તા સામે પણ મોટો પ્રશ્ન છે. જ્યાં પુરી બને છે ત્યાનું વાતાવરણ બિન આરોગ્ય પ્રદ છે. મ્યુનિ.ની ટીમે ગઈકાલે સુરતના જુદા-જુદા વિસ્તારમાં દરોડા કરીને ૧૦ હજાર નંગ પાણી પુરીની પુરી અને ૬૪૫ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવા સાથે ૧૩૧૦ લીટર પાણી ઢોળી દઈને રૃ.૫૪,૩૦૦નો દંડ વસુલ કર્યો હતો.

આ કામગીરી આજે રવિવારના રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. પાંચ ઝોનમાં પાણી પુરીનું વેચાણ કરવાવાળાને ત્યાં દરોડા કરીને ૧૭૧૦૦ પુરી, ૨૦૬ કિલો બટાકાનો માવો, ૧૧૮૦ લીટર પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આવો પદાર્થ વેચનારા પાસેથી રૂ.૪૩,૦૫૦નો દંડ પણ વસુલવામાં આવ્યો હતો. સુરત મ્યુનિ.ના વિસ્તારમાં આવા પ્રકારની પાણી પુરી સામે આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચલાવવામાં આવે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.