કેન્દ્ર સરકારના કોવિડ-૧૯ પેકેજમાં ગુજરાતને ૧૭૧ કરોડની સહાય

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુતર

કેન્દ્ર સરકારના કોવિડ-૧૯ પેકેજ હેઠળ ગુજરાતને રૂ. ૧૭૧ કરોડ મળ્યા છે. અને વધારાના રૂ. ૮૫ કરોડની સહાય હજુ આવવાની બાકી છે. કેન્દ્ર સરકારે વિવિધ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ પેકેજ હેઠળ પ્રથમ તબકકામાં રૂ. ૩૦૦૦ કરોડ અને બીજા તબકકામાં રૂ. ૧૨૫૬.૮૧ કરોડની સહાય કરી છે. ગુજરાતને પ્રથમ તબકકામાં રૂ. ૮૫.૭૯ કરોડ અને બીજા તબકકામાં રૂ. ૧૭૦ કરોડની સહાયની ફાળવણી કરવામાં આવી હતી.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી અશ્ર્વિનીકુમાર ચૌબે દ્વારા આ માહીતી રાજયસભામાં સપ્ટેમ્બર ૨૦,૨૦૨૦ ના રોજ સાંસદ પરિમલ નથવાણી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નના પ્રત્યુતરમાં ઉ૫લબ્ધ બનાવવામાં આવી હતી.

નથવાણી કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-૧૯  રોગચાળા દરમિયાન લેવામાં આવેલા પગલા અને વિવિધ રાજયો અને ખાસ કરીને ગુજરાતને કરવામાં આવેલી નાણાકીય તેમજ અન્ય સહાય અંગે જાણવા માંગતા હતા.

વધુમાં કેન્દ્ર સરકારે કુલ રૂ. ૩,૯૯,૭૨,૮૦૦ ની લાગતના મશીન પુરા પાડયા જેમાં રૂ. ૮૯,૨૦,૮૦૦  ની લાગતા છ સીએફએસક ૯૬ મશીન રૂા. ૧૫,૨૨,૫૦૦ ની લાગતનુ: એક સી.એફ.એફ એકસ ૯૬ આઇ.વી.ડી. રીઅલ- ટાઇમ પી.સી.આર. સીસ્ટમ અને રૂ. ૨,૯૫,૨૯,૫૦૦ ની લાગતના સાત ઓટોમેટેડ આર.એન.એ. એકસટ્રેકશન મશીનનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને રૂ. ૩,૮૮,૨૩,૯૦૧ ની લાગતની  ૩,૪૯,૦૧૬ આર.એન.એ. કીટ, રૂ. ૪,૮૨,૮૮,૩૮૮ ની લગાતા ૪,૦૦,૦૦૦ વી.ટી.એમ. અને રૂા ૪૦,૯૦,૮૮૭ લાગતની ૭,૧૨,૭૬૭ આર.ટી.પી. સી. આર. કીટ પણ આપવામાં આવી હતી. કેન્દ્રએ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ગુજરાતમાં ૯.૭૮ લાખ પી.પી.ઇ. કીટ ૨૮.૫ લાખ એચ.સી.કયુ. ગોળીઓ અને રપ૦૦ વેન્ટીલેટરનું વિતર ણ પણ કર્યુ હતું.

Loading...