Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડીવી. એચ.એમ.જાડેજાનાઓ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારની બદીને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે પડધરી પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. જે.વી.વાઢિયા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હોય દરમ્યાન પો.સબ ઈન્સ જે.વી.વાઢિયા તથા પો.કોન્સ. યુવરાજસિંહને મળેલ ખાનગી હકકીત આધારે વીસામણ ગામની સીમમાં વોચ ગોઠવી.

હકીકત આધારે વિસામણ ગામની સીમ હનુમાન મંદિર પાસેથી આઈસર રજી નં. જી.જે.૧૯ એકસ ૨૮૨૯માં આગળના ભાગે બનાવવામાં આવેલ ચોરખાનામાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટના ઈંગ્લીશ દા‚ની એપીસોડ વ્હીસ્કી કાચની શીલપેક બોટલ નંગ ૨૦૪૦ પેટી નં.૧૭૦ કિ.‚રૂ.૬,૧૨,૦૦૦/- તથા એક અલ્ટો કાર નંબર વગરની કિ.‚રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.‚રૂ.૭૦૦૦/- મળી કુલ કિ.‚રૂ.૧૪,૬૯,૦૦૦/-ના મુદામાલ સાથે પડધરી પોલીસ સ્ટેશનના ત્રણ તથા રાજકોટ અને જામનગર જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાનાં નાસતા ફરતા આરોપી વિજયસિંહ સજુભા જાડેજા જાતે.દરબાર (ઉ.વ.૨૬, રહે.વિસામણ ગામ)વાળાને પકડી પાડી તેમજ નાસી જનાર ઈસમો વિરુઘ્ધમાં પ્રોહી એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.