Abtak Media Google News

નશાખોરોને ઝડપી લેવા ૭૭ બ્રેથએનલાઇઝર સાથે પોલીસ દ્વારા સઘન તપાસ: ૧૧ દાએંડીયાના વાહન કબ્જે: પોલીસના કડક ચેકીંગથી શાંતિપૂર્ણ માહોલમાં ૨૦૧૮ને ગુડબાય અને ૨૦૧૯ને વેલકમ કરાયું

શહેરમાં ૨૦૧૮ને ગુડબાય અને ૨૦૧૯ને વેલકમ કરવા ઠેર ઠેર પાર્ટી અને મહેફીલના આયોજન કરાયા હતા જેમાં નશાખોરો ઘુસી મહેફીલમાં દંગલ મચાવી છાકટા ન બને તે માટે પોલીસે આગોતરી તૈયારી કરી ૭૭ બ્રેથએનલાઇઝર સાથે ઠેર ઠેર સઘન ચેકીંગ કરતા ૧૭ જેટલા નશાખોરોને ઝડપી તેના ૧૧ વાહનો કબ્જે કરાયા છે. પોલીસની કડક કાર્યવાહીના કારણે શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં ન્યુયરની ઉજવણી કરી શકયા છે.

Vlcsnap 2019 01 01 09H36M06S121

ન્યુયરની ઉજવણી દરમિયાન દારૂડીયાઓ દંગલ મચાવી યુવતીઓની છેડતી ન કરે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી તેમજ તમામ પોલીસ મથકના ઇન્સ્પેકટર સહિતના સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

Vlcsnap 2019 01 01 09H34M25S133

તેમજ કોઇ સ્થળે ટ્રાફિક જામ ન થયા તે માટેની તકેદારી રાખી હતી. મોડીરાતે પુર ઝડપે પસાર થતા વાહન ચાલકોને અટકાવી બ્રેથએનલાઇઝરની મદદથી તપાસ કરતા નશો કરેલી હાલતમાં મળી આવેલા ૧૭ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે બ્રેથએનલાઇઝરની મદદથી પારેવડી ચોક, કુવાડવા રોડ, બેડી ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, સોરઠીયાવાડી સર્કલ, ચુનારવાડ ચોક, અમુલ સર્કલ, ગોંડલ ચોકડી, લક્ષ્મીનગર, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર ચેકીંગ કાર્યવાહી કરી હતી.

Vlcsnap 2019 01 01 09H37M18S59

પોલીસે પાર્થ સોસાયટીના પ્રજેશ રસિકલાલ ફેસડીયા, ત્રિમૂતિ ચોકના કરન કિશોર સોલંકી, સોહમનગરના સાવન મહેન્દ્ર મકવાણા, રેલનગરના અમન નિલેષ ખટાણા, આટકોટનો રોશન કસ્તુરચંદ પાલીવાલ, ઉદયનગરના વિજય સિતારામ પટેલ, શાસ્ત્રીનગરના અલ્પેશ નવીનચંદ્ર સેજુ, અનમોલ પાર્કના અમન અતુલ દેથરીયા, શાપર-વેરાવળના જયેશ જીવણ ચુડાસમા, ગોંડલ ચોકડીના હસમુખ બેચર પટેલ, પ્રિયદર્શન સોસાયટીના વિપુલ ભાણજી પેઢડીયા, લક્ષ્મી સોસાયટીના નિરંજન રામા ચૌહાણ, રૂખડીયાપરાના મુસ્તાક અલી મોરી, મનહર પ્લોટના મોહિત પ્રદિપ સોલંકી, શ્રીજી પાર્કના પ્રવિણ કાનજી વાઘેલા, રૈયા રોડના કનુ રામજી ઠક્કર, કિડવાઇનગરના જીતેન્દ્ર પરશુરામ રવિસાહેબ નામના શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે નશો કરેલા શખ્સો પાસેથી પાંચ કાર, એક ઓટો રિક્ષા અને બે બાઇક કબ્જે કર્યા છે. કોઠારિયા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતા પૃથ્વીરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાને આનંદનગરમાંથી રૂ.૧૨૦૦ની કિંમતની ૧૨ બિયરના ટીન સાથે અને ઘનશ્યામનગરના પ્રવિણસિંહ બળવંતસિંહ જાડેજાને રૂ.૧૦૦૦ની કિંમતની બે બોટલ વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી લીધા છે.

મોડીરાતે ડીજે વગાડતો શખ્સ ઝડપાયો

કિર્તીધામ સોસાયટીમાં રહેતા સલીમ ગફાર ડોડીયા નામનો શખ્સ ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર મંદિર નજીક દુકાન નંબર૪માં પોતાની દુકાને ૩૧ ડિસેમ્બર નિમિતે મોડીરાતે ડીજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે તેની ધરપકડ કરી ડીજે કબ્જે કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.