ઉપલેટાના ટીંબડી ગામમાં રૂ.૨૨.૬૫ લાખના ખર્ચે સિંચાઈના ૧૭ કામો પૂર્ણ

ગુજરાત વૈવિધ્યસભર ભૌગોલિકતા ધરાવતો પ્રદેશ છે. ક્યાંક ખારોપાટ છે તો ક્યાંક રણ, ક્યાંક ગાઢ જંગલો તો ક્યાંક મેદાની પ્રદેશો છે. આવા સમયે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે સિંચાઈયુક્ત પાણીનું યોગ્ય રીતે નિયમન અને નિયંત્રણ કરવું જરૂરી બન્યું છે.

સિંચાઈયુક્ત ખેતી માટે પાણી એ અમૂલ્ય કુદરતી સ્ત્રોત છે. ત્યારે વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળસંરક્ષણ અને ભૂગર્ભ જળ, રીચાર્જ, સંવર્ધન તથા વોટરશેડ જેવા વિકાસના કામો દ્વારા જળસંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવા કેન્દ્ર/રાજ્ય પુરસ્કૃત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ૧ જુલાઇ ૨૦૧૫થી અમલી છે. જેના માધ્યમથી વરસાદના પાણીનો સિંચાઈ માટે કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે.

આ યોજના અંતર્ગત ઉપલેટા તાલુકાના ટીંબડી ગામમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ચેકડેમના રૂ.૧૦.૮ લાખના ખર્ચે ૬ કામો, ચેકડેમ સમારકામના રૂ.૧૦.૮૮ લાખના ખર્ચે ૯ કામો અને નાના ચેકડેમના રૂ.૦.૯૭ લાખના ખર્ચે ૨ કામો મળી કુલ રૂ. ૨૨.૬૫ લાખના ખર્ચે ૧૭ કામો પૂર્ણ થયા છે. તેમ રાજકોટ વિભાગના સિંચાઈ વિભાગના અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Loading...