Abtak Media Google News

મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડીના વરીયાનગરમાંથી પડતર મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના સો-ઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમાં રહેતા સંદીપ બેચરભાઈ ચાઉં (ઉ.૨૮) વાળાએ રહેણાંક મકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી દારૂની બોટલ નંગ-૧૯૮ કીમત રૂ.૯૧,૦૮૦ સાથે આરોપી સંદીપને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.