Abtak Media Google News

ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓની હોલ ટિકીટ દરેક શાળાઓને મોકલાવાની પ્રક્રિયા શરૂ: તડામાર તૈયારીઓ

ગુજરાતમાધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપક્રમે ૧૫મી માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સ, સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે સઘન વ્યવસ્થા ગોઠવી છે. માર્ચના અંત સુધીમાં ચાલનારી પરીક્ષા આશરે ૧૭, ૫૯૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આપશે. અમદાવાદ સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં આવેલા ૧૩૭૧ પરીક્ષા કેન્દ્રોમાં લેવાશે.

ધોરણ ૧૦ના ૧૧ લાખથી વધુ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૫ લાખથી વધુ અને ૧૨ સાયન્સની પરીક્ષા ૧,૪૧,૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ ૧૦-૧૨ના કુલ ૧૩૭૧ પરીક્ષા કેન્દ્રોમાંથી ધોરણ ૧૦માં કુલ ૮૭૫ કેન્દ્રો નોંધવામાં આવ્યા છે, જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે ૩૬૩ કેન્દ્રો છે. બીજી તરફ ધોરણ ૧૨ સાયન્સ માટે કુલ ૧૩૩ પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિના બનાવો બને તે માટે પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી સુસજ્જ કરવામાં આવશે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ,સાયન્સની પરીક્ષા માટે હોલ ટિકિટની ફાળવણી ડીઈઓ ઓફિસ સ્થિત વિતરણ કેન્દ્રો પરથી કરાશે. ધોરણ ૧૦ માટે ચોથી માર્ચે, ધોરણ ૧૨ માટે બીજી માર્ચે હોલ ટિકિટ અપાશે. સ્કૂલોના પ્રતિનિધિઓ કે પ્રિન્સિપાલોએ વિવિધ જિલ્લાના વિતરણ કેન્દ્રો પરથી હોલ ટિકિટ મેળવ્યા પછી દિવસે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે. ધોરણ ૧૨ની ૨ માર્ચે અને ધોરણ ૧૦ની હોલ ટિકિટ ચોથીએ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.