Abtak Media Google News

શિમલામાં ૧૧૭ વર્ષ બાદ રેકોર્ડ બ્રેક વરસાદ: ર૪ કલાકમાં ૧૭૨ મીમી ખાબકતા સ્થાનીકો મુશ્કેલીમાં

હિમાચલ પ્રદેશ અને કેરલમાં મેઘ કહેર યથાવત છે. છેલ્લા ર૪  કલાકથી સતત અતિભારે વરસાદ વરસતા હિમાચલમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સિમલામાં ૧૧૭ વર્ષ બાદ આટલો (૧૭ર મીમી) વરસાદ નોંધાયા છે. વરસાદના કારણે પુર, ભુસ્ખલન જેવી કુદરતી આફતોનો ભય ઝઝુમી રહ્યો છે. તો અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભુસ્ખલન થતાં હજારો યાત્રિકો રોડ પર ફસાયા છે ડઝન જેટલા વાહનોને નુકશાન પહોચ્યું છે. કિન્નોર જીલ્લાની સાંગલી ખીણમાં રપ૦ લોકો ફસાયા છે.

ચંદીગઢ, સિમલા હાઇવે પર સહીત ૯૨૩ થી વધુ માર્ગો બંધ થઇ ગયા છે. જો કે તંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય સતત ચાલુ છે. ભુસ્ખલન થતા કાટમાળ હટાવવાની કામગીરી પણ શરુ છે.

ભુસ્ખલનથી ટ્રેન સેવાને પણ માઠી અસર પહોંચી છે. કાબકા-સિમલા ટ્રેક પર ભુસ્ખેલનના કારણે કાટમાળ આવી જતા ટ્રેન વ્યહાર ઠપ્પ થઇ ગયો છે.

તમામ શાળાઓ જાહેર રજા આપી દેવાઇ છે. હિમાચલ પ્રદેશમાં મેઘરાજાની અતિમહેર કહેરમાં પરિણમતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તો હજુ આગામી ૪૮ કલાક ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

વરસાદી પરિસ્થિતિની સમિક્ષા કરવા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સોમવારના રોજ અધિકારીઓ સાથે મીટીંગ ફોજી હતી. જેમાં સીમલા હવામાન ખાતાના ડાયરેકટર મનમોહન સિંઘે જણાવયું છે કે રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ વરસાદ સિમલામાં ખાબકયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.