Abtak Media Google News

દેશની ૫ ટકા વસતી ધરાવતા રાજયમાં પંચ દ્વારા થતી ફાળવણીનો હિસ્સો વધારવાની માંગ

૧૫માં નાણાંપંચ દ્વારા ગુજરાત રાજ્યની મુલાકાત દરમ્યાન ભારતીય જનતા પાર્ટી તરફી પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા, ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરીભાઈ અમીન તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરેમન ધનસુખભાઈ ભંડેરીએ રજૂઆત કરેલ. તેમજ ૧૫મું નાણાંપંચ જ્યારે ગુજરાત આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વતી કેટલીક રજૂઆતો રાજ્યના વિકાસના હિત માટે કરેલ.

ગુજરાત રાજ્ય પ્રગતિશીલ રાજ્ય છે અને વિકાસની અનેક હરણફાળ ભરેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારી વિકાસના માટે ગુજરાત દેશનું ગ્રો એન્જીન બનેલ છે, ત્યારે કેટલાક મુદ્દાઓ માટે રાજ્યના વધુ વિકાસ માટે વધુ ફંડ ફાળવવા રજૂઆત કરેલ છે.

ગુજરાતની વસ્તી દેશના ૫ % ટકા જેટલી છે તેવા સમયે રાજ્યને પંચ દ્વારા થતી ફાળવણીનો હિસ્સો વસ્તીના પ્રમાણમાં વધારવો જોઈએ.

ગુજરાત રાજ્યમાં શહેરીક્ષેત્રની વસ્તી ૪૪% જેટલી છે અને અર્બન પેરેફેરી વસ્તી ૫૪% જેટલી છે જે શહેરીકરણને ધ્યાનમાં રાખીને ગુજરાતને વધુ ફાળવણી કરવી જોઈએ.

ગુજરાત સરહદી રાજ્ય છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી સરહદ નજીકના ક્ષેત્રોમાં આંતરમાળખાકીય સુવિધા વધારવા માટે વિશેષ નાણાંકીય ફાળવણી કરવી જોઈએ.

ગુજરાત વિકાસની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોવાી તેમજ તેનો ર્આકિ ગ્રો વધુ સારો હોવાી કેન્દ્રના હિસ્સામાં ઈન્કમટેક્ષ કે જી.એસ.ટી. અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ આપે છે. જે ધ્યાનમાં લઈને ગુજરાતને વિશેષ ફાળવણી કરવી જોઈએ.

ગુજરાત ૧૬૦૦ કી.મી. જેટલો દરિયાકાંઠો ધરાવે છે. જેના કારણે ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ બંદરો આવેલા છે. જેનો ઉપયોગ સમગ્ર દેશના મોટાભાગના રાજ્ય કરી રહ્યા છે. જેના આંતરમાળખાકીય વિકાસ માટે ફાયનાન્સ કમિશન દ્વારા રાજ્યને વિશેષ ફાળવણી કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.