Abtak Media Google News

બાલાજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત અને પૂજય મોરારીબાપુના આશીષથી ૧૫૨ દિકરીઓના લગ્નોત્સવનું આયોજન કરાયું છે. સાધુ સમાજની ૫૧ દિકરીઓ તેમજ સર્વજ્ઞાતિની ૧૦૧ દિકરીઓના સમુહ લગ્નોનું એક અલગ જ અને સમાજને યોગ્ય રાહ ચિંધનારુ આયોજન છે. જેમાં દિકરીઓને ૧૫૨ ચીજવસ્તુ અપાશે. દિકરીઓને સેટી પલંગ, કબાટ, સોનાના દાણાથી માંડીને ઘર ઉપયોગી વસ્તુઓની સાથે મોબાઈલ જેવી વસ્તુઓ આપવામાં આવશે. આ સમુહ લગ્નોત્સવનું આયોજન તારીખ ૧૫ એપ્રિલ રવિવારે રાજકોટના મેળાનું ગ્રાઉન્ડ, ફનવર્લ્ડની બાજુનું રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીગણ સંસ્કૃતિને અનુરૂપ પરંપરાગત વિધીઓથી સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન છે. સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતભરના સાધુ સંતો અને મહંતો આશીર્વાદ વચન આપવા પધારશે.

આ સમુહ લગ્નોત્સવના ફોર્મ ભરવાનું ચાલુ છે અને તેમની છેલ્લી તારીખ ૨૮/૨ રાખેલ છે. આ ભગીરથ કાર્યમાં જીજ્ઞેશભાઈ ગોંડલીયા, અમિત ગોંડલીયા, ધીરેન બારોટ, ચેતન ગોંડલીયા, યોગેશ હરીયાણી, કેશવભાઈ રાઠોડ, હર્ષિતાબેન ગોંડલીયા, હિનાબેન ગોંડલીયા, નયન અનટાળા, અનિલ ચોવટીયા, ભૂમિક વેકરીયા, યશ ગોંડલીયા, પિયુષ ગોંડલીયા, હિરેન ગોંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. ફોર્મ ભરવા માટે મો.૯૨૬૫૬ ૮૮૨૩૪, ૭૪૦૫૮ ૮૦૧૮૦, ૯૨૨૮૭ ૬૭૫૩૬, ૯૭૩૭૪ ૩૯૧૬૫ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.